Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

ખંભાળીયામાં રૂા. ૧૫.૭૯ લાખનાં ૩૯૯૪ બોટલ દારૂનો નાશ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૨૬ : ખંભાળીયા સ્‍ટેશન દ્વારા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ ડીવીઝનના ના.પો.અધિ. શ્રી હિરેન્‍દ્ર ચૌધરી તથા સબ ડીવીઝન મેજીસ્‍ટ્રેટ પાર્થ કોટડીયા તથા ખંભાળીયા પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સપેકટર પી.એમ.જુડાલ સબ. ઇન્‍સ.સહદેવસિંહ વાળા નશાબંધી અને આબકારી ખાતુ ખંભાળીયા નાઓની રૂબરૂમાં સને-૨૦૨૧-૨૨ સુધીમાં કુલ ૩૮ પ્રોહીબીશનના ગુન્‍હાઓમાં પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ બોટલ નંગ -૩૯૯૪ જેની કિ. રૂા. ૧૫,૭૯,૦૦૦ નો ચીફ જ્‍યુડી. મેજી. ખંભાળીયા કોર્ટનાઓના હુકમ આધારે પ્રતિષ્‍ઠિત પંચો રૂબરૂ ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી કરી અને પર્યાવરણને નુકશાન ન થાય તે રીતે ખંભાળીયા જિલ્લા સેવા સદન બિલ્‍ડીંગ પાછળ ધરમપુર ખાતે નાશ કરવામાં આવેલ છે.

(1:35 pm IST)