Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

જામનગર જિલ્લાની લોકસભા બેઠક પર સતત પાંચ વખત વિજય થનાર જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલના પુત્રવધુ આમ આદમી પાર્ટીમાં જોડાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૨૬ :   સમગ્ર ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી જ લોકો માટે જ્યારે એક વિકલ્પ બની રહી છે ત્યારે કોંગ્રેસના કેટલાક લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે અને આ ઉપરાંત બિન રાજકીય લોકો પણ હાલ આમ આદમી પાર્ટી સાથે જોડાવાનું પસંદ કરી રહ્યા છે તેવામાં આજરોજ જામનગરમાં રહેતા દિવ્યાબેન પટેલ કે જેઓ હિતેશભાઈ ચંદ્રેશભાઇ પટેલ ( કોરડીયા) ના ધર્મપત્ની છે તેઓએ પણ આજરોજ આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત થઈ ઈમાનદાર આમ આદમી પાર્ટી સાથે જોડાવાનું પસંદ કર્યું છે અને જામનગર જિલ્લાના જાંબુડા ગામે યોજાયેલ જનસભા  કાર્યક્રમ દરમ્યાન તેઓ પોતાના સમર્થકો સાથે પાર્ટી સાથે વિધિવત જોડાયા હતા અને તેમને નેશનલ સેક્રેટરી ઈશુદાન ભાઈ ગઢવીએ ખેસ પહેરાવી સન્માનિત કર્યા હતા દિવ્યાબેન ના જોડાવાથી જામનગરના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અત્રે નોંધપાત્ર એ છે કે દિવ્યાબેન પટેલ જામનગર જિલ્લાની લોકસભા બેઠક પર સતત પાંચ વખત વિજય થનાર પૂર્વ સાંસદ સભ્ય ચંદ્રેશભાઇ પટેલ ના મોટા પુત્ર હિતેશભાઈના ધર્મ પત્ની છે.

(1:37 pm IST)