Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

જામનગરના મહિલા કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ દ્વારા દેશના જવાનો માટે રાખડી મોકલવા અભિયાન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૬ : ટાઢ,ઙ્ગતાપ કે વરસાદ જોયા વગર અને માઇન્સ ડીગ્રી તાપમાનમાં પણ દેશની રક્ષા કરતા જવાનો ૨૪*૭ અને ૩૬૫ દિવસ સરહદ પર તૈનાત રહે છે,ઙ્ગત્યારે દર વર્ષે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે 'એક રાખી ફૌજી કે નામ' અભયિાન દ્વારા દેશના સૈનિકોને રાખડી મોકલવાનું કાર્ય હાથ ધરવામાં આવે છે. જામનગરમાં પણ છેલ્લા ૩ વર્ષથી મહિલા કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ દ્વારા આ અભિયાન હેઠળ જામનગરથી રાખડીઓ સરહદ પરના જવાનોને મોકલવામાં આવે છે.

આ વર્ષે પણ 'એક રાખી ફૌજી કે નામ' અભિયાન શરૃ કરાયું છે.ઙ્ગ મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ જામનગરની બહેનોને તેમજ મહિલા સંસ્થાઓને ઙ્ગઆ અભિયાનમાં જોડાઇ સરહદ પરના જવાનો માટે રાખડી મોકલવાનું આહવાન કરે છે. આ માટે બહેનોએ સાવ સિમ્પલ અને વજનમાં હળવી (દા.ત. ગલગોટા) રાખડી તેમજ સૈનીકોને સંબોધી હિંદી ભાષામાં પત્ર એક કવરમાં મૂકી કવર સીલબંધ કરી નીચે આપેલા સરનામા પર તારીખ ૫.૦૮.૨૦૨૨ સુધીમાં મોકલવાનો રહેશે. કવર ઉપર ટપાલ ટીકીટ કે રોકડ મોકલવાની નથી. તમામ ટપાલ ખર્ચ કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ દ્વારા કરવામાં આવશે. રાખડી મોકલવા માટે સંપર્ક ડીમ્પલબેન રાવલ ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષ સામે સુમિત રેડિયોની બાજુ માં પંચેશ્વર ટાવર રોડ બેડી ગેઇટ જામનગર સાંજે ૬ થી ૮ વાગ્યા દરમિયાન રાખડી મોકલવા વિનંતી.

(1:58 pm IST)