Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

જેતપુરમાં જાહેરમાં જુગાર રમતી ૭ મહિલા સહિત ૯ પકડાયા

ગોપાવાડી મેઇન રોડ ઉપર જાહેરમાં અડીંગો જમાવી મોબાઇલ ફોનમાં જુગાર રમાતો હોવાની ઉઠેલ લોક ફરીયાદ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૨૬: જેતપુરના  શીવકૃપા સોસાયટીમાં જુગાર રમતા સાત મહિલા સહીત નવને પોલીસે ઝડપી લીધા હતા.

શહેરમાં પોલીસ સાંજના સમયે પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્‍યાન જુનાગઢ રોડ રેલ્‍વે ફાટક પાસે આવેલ શીવકૃપા નગર શીવકૃપા સોસાયટીમાંથી પસાર થતી જાહેરમાં જુગાર રમાતો હોય રેડ કરી જુગાર રમતા વિજય અરૂણભાઇ મકવાણા, ધરમશી ગાંડુભાઇ પીયાવી (રહે. બંને શીકવૃપા સોસાયટી) દક્ષાબેન હરેશભાઇ કારેલા, ગીતાબેન વિક્રમભાઇ ગોહીલ, રંજનબેન વિનુભાઇ અભાણી, પાયલબેન પરેશભાઇ અભાણી,  હેતલબેન અરવિંદભાઇ ચૌહાણ, સોનલબેન, શ્રૃતીબેન વિશાલભાઇ ટાંક (રહે. તમામ શિવકૃપા સોસા.) સોનલબેન સુનીલભાઇ પરમાર (રહે. ગણેશનગર) તમામને રોકડા રૂ). ૬૮૬૦ સાથે શહેર પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

તેમજ શહેરમાં ર૪ કલાક જાહેરમાં જુગાર રમાતો વિસ્‍તાર ગોપાવાડી મેઇન રોડ ઉપર ચલણી નોટો ઉરાંત જુગારીઓએ નવો કિમીયો અપનાવ્‍યો છે. રૂપીયાથી રમતા હોય તો પોલીસ પકડી શકે માટે મોબાઇલમાં આવતી લુડો ગેઇમ ઉપર જુગાર રમતા હોય છે અને જાહેર રોડ ઉપર વાહનો આડેધડ રાખીને બેઠા હોય છે. અહીથી મહિલાઓને પસાર થવુ મુશ્‍કેલ પડે છે. હાલ હીંડોળાના દર્શને હવેલીએ જવુ હોય તો પણ રસ્‍તો બદલી જવુ પડે છે. તંત્ર કાર્યવાહી કરી યોગ્‍ય કરાશે  તેવી વિસ્‍તારની મહિલાઓમાં માંગ ઉઠી છે.

(1:59 pm IST)