Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

સુરેન્‍દ્રનગરમાં ભુંડ પકડવાના કોન્‍ટ્રાકટર મુદ્દે સરાજાહેર બઘડાટીમાં ર ઝડપાયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૨૬: સુરેન્‍દ્રનગર ૮૦ ફુટ રોડ ઉપર ફરીયાદી ભારતસીંગ શેરસીંગ કીશનસીંગ ભાટીયા જાતે સરદારજી ઉ.વ.૩૧ ધંધો મજુરી તેમજ ભુંડ પકડવાનું કામ રહે. દુધરેજ ચનાના ભઠઠા પાસે પેટ્રોલ પંપ પાછળ તથા તેઓના ભાઇ તથા સબંધી સાથે ભુંડ પકડી લીંબડી બાજુ જતા હતા તે દરમ્‍યાન સવારના સાડા દસેક વાગ્‍યે અલ્‍ટવીઝન સ્‍કુલ પાસે આરોપીઓએ એક સંપ થઇ ગુન્‍હાહીત કાવતરૂ રચી અલગ-અલગ ગાડીઓમાં આવી ફરીયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાના ઇરાદે વારાફરતી ફરીયાદીની વેગન આર ગાડી ઉપર આરોપીઓએ તેઓની ગાડીઓ ચડાવી તથા ભટકાડી સાહેદ ગુરૂદયાલસીંગ સુદાનસીંગને જમણા પગના નળાના ભાગે તથા સાહેદ સુરેન્‍દ્રસીંગ સેવાસીંગને કમરના ભાગે તથા સાહેદ કાલીસીંગ શેરસીંગને મોઢાના ભાગે છૂટા પથ્‍થરોના ઘા મારી તથા છાતીના ભાગે નાની મોટી ગંભીર પ્રકારની ઇજાઓ કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરી ભુંડાબોલી ગાળો આપી મહે. જીલ્લા મેજી. સા. સુ.નગર નાઓના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્‍હો કરી આરોપીઓ નાસી ગયેલ હોય મ્‍હે. પોલીસ અધિક્ષક શ્રી હરેશ દૂધાત તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ. પી. દોશી તરફથી આરોપીઓને તાત્‍કાલીક પકડી પાડવા સુચના મળેલ હોય અમારા અંગત બાતમીદારો તથા સ્‍ટાફના માણસો સાથે આરોપીઓના મળી આવવાના સંભવીત સ્‍થળોએ વોચ તપાસ રહી બે આરોપીઓ (૧) શેરસીંગ ઇશ્વરસીંગ ટાંક રહે. વઢવાણ લીંબડી રોડ (ર) તીરથસીંગ રાજુસીંગ ટાંક રહે. વઢવાણ - લીંબડી રોડને પકડી પાડી સુરેન્‍દ્રનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં સોંપેલ છે. (૪.૧૨)

 મારામારી ઇજાગ્રસ્‍ત યુવક રાજકોટ સારવારમાં

રાજકોટ, તા., ૨૬: આ મારામારીમાં ઘાયલ થયેલા પૈકીના ઓખાના ગુરૂદ્વારસિંઘ સુજીતસિંઘ લાટીયા (ઉ.૨૪)ને પગ ભાંગી ગયો હોઇ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે. તેણે કહ્યું હતું કે હું અને બીજા ચાર લોકો અમારી કાર લઇને ભુંડ પકડવા વઢવાણમાં આવ્‍યા હતાં. કારમાં બે ભુંડ હતાં. આ વખતે સામેવાળાએ બોલેરો પીકઅપની ઠોકર અમારી કારને મારી કારનો બૂકડો બોલાવી દેતાં અને અમે બહાર નીકળી ભાગતાં ગાડીની ઠોકરે લઇ પગમાં ગંભીર ઇજા પહોંચાડી હતી. અગાઉ ભૂંડ પકડવાના કોન્‍ટ્રાક્‍ટ બાબતે માથાકુટ થઇ હતી તેના કારણે આ હુમલો થયો હતો.

(1:43 pm IST)