Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

સાયલાના વડિયા દૂધ મંડળીની વાનમાંથી ૧.૭૫ લાખની લૂંટનો પ્રયાસઃ ફાયરીંગ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૬: વડીયા ગામની દૂધ મંડળીના રૂપિયા ૨.૭૫ લાખની રોકડ રકમ લૂંટવા માટે બે શખ્‍સોએ વાન ઉપર ફાયરિંગ કર્યું હોવાનો ચોંકાવનારો બનાવ સાયલા તાલુકાના મોટા કેરાળા નજીક બન્‍યો હતો. બાઇક લઇને ધસી આવેલા બે શખ્‍સોએ વાન ઉપર ગોળી છોડતા સનસનાટી મચી ગઇ હતી. જો કે કોઇને ઇજા થઇ ન હતી. પોલીસે ઘટનાસ્‍થળે આવી તપાસ હાથ ધરી છે.

સાયલા તાલુકાના મોટા કેરાળા પાસે ફાયરિંગની ઘટના બનતા ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. સહકારી દૂધ મંડળી ચલાવતા શખ્‍સને લૂંટવાના પ્રયાસ માટે ફાયરિંગ કરાયુ હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્‍યુ છે. વડીયા ગામનો દૂધ મંડળી ચલાવતો યુવાન બોનસ રૂપે મળતા રૂપિયા બેંકમાંથી લઈને જઇ રહ્યો હતો ત્‍યારે સાંજના સમયે તેને લૂંટવાનો પ્રયાસ બાઇક લઇને ધસી આવેલા બે અજાણ્‍યા શખ્‍સોએ કર્યો હતો. તેમાં લૂટારૂઓએ ફાયરિંગ કર્યુ હતું.

(1:44 pm IST)