Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

જુનાગઢ કલેકટર કચેરીના તમામ શાખાના વડાઓ સાથે સ્‍ટાફ મીટીંગ કરી વર્તમાન સ્‍થિતિની સમીક્ષા કરતા રચિતરાજ

ઉપરોકત તસ્‍વીરમાં સમીક્ષા બેઠકમાં ચર્ચા કરતા કલેકટર રચીત રાજ નજરે પડે છે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૬ :.. જુનાગઢના જીલ્લા કલેકટરશ્રી રચિતરાજએ કલેકટર કચેરીના તમામ શાખાના વડાઓ સાથે સ્‍ટાફ મીટીંગ કરી જેમાં વર્તમાન સ્‍થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

જેમાં આરએફએમએસ માસિક સ્‍થિતીની સમીક્ષા કરી અને ૯૦ દિવસ ઉપર ના કેસોનો નિકાલ કરવા સુચના આપવામાં આવેલ ઉપરાંત આઇઆરસીએમએસ કેસોની માસિક સ્‍થિતિની સમીક્ષા કરી અને કોઇ કેસ ૬ મહિનાથી વધુ ન હોવો જોઇએ તેની ખાતરી કરવા સંબંધિત શાખાને સુચના આપવામાં આવેલ તેમજ ઇ-ધરા, ૬૦ દિવસથી વધુ કોઇ એન્‍ટ્રી પેન્‍ડીંગ ન હોવી જોઇએ.

તેની ખાતરી કરવા માટે સંબંધિત શાખાનેતાકીદ કરાઇ હતી ઓફિસ સ્‍ટાફને એક ટીમ બનાવવા અને તાલુકા કક્ષાએ ઇઘરા કેન્‍દ્રની કામગીરીનુ નીરીક્ષણ કરવા અને પેન્‍ડીંગ કારણો સહિતની વિગતવાર અહેવાલ બતાવવા અને કામમાં સુધારો કરવા માટેના મુદા આપેલ.

રચિતરાજએ એન.એસ.એપી  એન.એસ.એ.પી. યોજનાઓમાં છેલ્લા એક મહિનામાં કરવામાં આવેલ કામગીરીની સ્‍થિતીની સમીક્ષા પણ કરેલ અને જિલ્લાના તમામ તાલુકાઓમાં પડતર અરજીઓની સમીક્ષાા કરી સંબધિત વ્‍યકિતઓને કોન્‍ફરન્‍સ કોલ કરવા અને તમામ તાલુકા શાખાના વડાઓને સક્રીય રહેવા અને અરજીઓની પ્રક્રિયામાં વિલંબ ટાળવા ખાસ તાકીદ કરેલ હતી તેમજે તાલુકા જિલ્લા ગ્રામ સ્‍વાગત કાર્યક્રમ માસિક ડેટા એન્‍ટ્રીઓના ડેટાની સમીક્ષા કરી સ્‍ટાફને સમય મર્યાદામાં ફરીયાદોનુ નીરાકરણ લાવવા જણાવેલ વિવિધ શાખાઓ પેન્‍ડીંગ કેસોની સમીક્ષા કરી શાખાના વડાઓને વિલંબ ઘટાડવા અને ફાઇલોની ઝડપી પ્રક્રિયા સુનિતિ કરવા ભાર મુકેલ.

તેમજ આગામી વિધાનસભાની ચુંટણીઓ અંગે ચુંટણી શાખાની પણ સમીક્ષા કરી હતી. જેમાં સ્‍વસ્‍થ મતદાર યાદી પર ધ્‍યાન કેન્‍દ્રીત  કરવા સંબંધીત અધિકારીઓને સુચના આપી વસ્‍તી ગણતરી મુલ્‍યાંકન બનાવો ઇઆરઓ નેટ એન્‍ટરી નિયમીત પણે એપીક ડીસ્‍ટ્રીબ્‍યુશન દરેક એસીના સૌથી ઓછા વોટર આઉટ બુથની મુલાકાત લેતા કોન્‍સર્મ ઇઆરઓ દ્વારા ખાતરી કરવા જાવેલ અને સ્‍ટાફને શારીરીક માનસીક સ્‍વાસ્‍થ વ્‍યવસ્‍થાપન અને કાર્યજીવન સંતુલન વિશે કલેકટરશ્રી દ્વારા સુચના આપી કાર્યક્ષમતા સુધારવા અને એડમીસ્‍ટ્રેશન વધુ સારૂ બનાવવા માટે મહત્‍વુર્ણ પરીબળોની પણ આ બેઠકમાં ચાર્ચા કરાઇ હતી.

(1:45 pm IST)