Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

વિસાવદરમાં લગ્નોત્‍સવની ખુશીમાં નાત શરીફનાં પ્રોગ્રામમાં કવ્‍વાલીમાં મશગુલ સાંઈ ફકીર રહીમશાને છાતીમાં દુખાવો ઉપડયો..અને ખુદાની રહેમતમાં પહોંચી ગયા..!!

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૬: ગુલામે પંજતન પાક મિલાદ ગળપ-ચલાલૉનાં મુખ્‍ય સંયોજક અલીમહંમદ મકરાણીનાં  જણાવ્‍યા અનુસાર વિસાવદરમાં ખોડીયાર પરા વિસ્‍તારમાં સલીમશા શાહમદારના પુત્રના લગ્ન હોય,જે પૂર્વે રાત્રિના અમારા મિલાદ ગળપ દ્વારા નાત શરીફનો પ્રોગ્રામ ચાલુ હતો.જેમાં પીર જીંદાશા મદારની કવ્‍વાલી ચાલુ હતી એ સમયે ઉપસ્‍થિત સાંઇ ફકીર સમાજના રહીમશા મહોબ્‍બતશા રફાઇ સહિત સૌ તલ્લીન થઈ ગયા હતા..જેમાં રહીમશા કવ્‍વાલીમાં એટલા બધા મશગુલ થઇ ગયા હતા,જાણે પીર જીંદાશા મદાર સાથે તાર જોડાઇ ગયા હોય..અને ચાલુ કવ્‍વાલીએ રહીમશાને છાતીમાં દુખાવો ઉપડયો..અને જોત જોતામાં તો રહીમશા ખુદાને પ્‍યારા થઇ ગયા..!! આ ઘટનાથી સમગ્ર સાંઇ ફકીર સમાજમા શોકનુ મોજુ પ્રસરી વળ્‍યુ છે.

(1:46 pm IST)