Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

સોમનાથમાં શ્રાવણ માસમાં જડબેસલાક સુરક્ષા : પાંચ કી.મી. વિસ્‍તાર થશે ચોખ્‍ખોચણાંક

પાર્કીંગ, સામાન, મોબાઇલ, કીમતી વસ્‍તુઓ સાચવણી માટે અદ્યતન આયોજન : સોમનાથ ટ્રસ્‍ટ, ડોગરેજી મહારાજ અન્‍નક્ષેત્ર, જય ગુરૂદેવ સહીત અનેક ભંડારાઓ ધમધમશે : રહેવા માટે ટ્રસ્‍ટ તેમજ ખાનગી ૨૫૦થી વધુ ગેસ્‍ટહાઉસો,ધર્મશાળા મુખ્‍ય દિવસો હાઉસફુલ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ,તા. ૨૬ : સોમનાથ શ્રાવણ માસ માં દરરોજ હજારો શ્રઘ્‍ધાળુ આવે છે તહેવારોમાં લાખો ની સંખ્‍યા થતી હોય છે તેથી પોલીસ દ્વારા જડબેસલાખ  સુરક્ષા રાખવામાં આવેલ છે સોમનાથ,ગીતા મંદિર,પાર્કીગ સુધીનો  પાંચ કીલો મીટર વિસ્‍તાર ચોખ્‍ખો ચણાંક રખાશે તે માટે વ્‍યવસ્‍થા  કરાયેલ છે અનેક ભંડારાઓ ધમધમશે.

શુક્રવાર થી શ્રાવણ મહીનો શરૂ થઈ રહેલ છે શ્રાવણ માસ દરમ્‍યાન સોમનાથ મહાદેવને દરરોજ નવા નવા શ્રૃંગાર કરવામાં  આવશે વિશ્‍વમાં સોશ્‍યલ મીડીયા દ્વારા આરતી લાઈવ બતાવવામાં  આવશે વિશ્‍વભરમાંથી શિવભકતો ઉમટી પડશે તે માટે ટ્રસ્‍ટ,વહીવટી,પોલીસ તંત્ર દ્વારા વ્‍યવસ્‍થાઓ કરાયેલ છે.

સોમનાથ સુરક્ષાના ડીવાયએસપી એ જણાવેલ હતું કે સોમનાથ બાયપાસ,શંખ સર્કલ,બસ સ્‍ટેન્‍ડ પાસે ચેક નાકામાં દરેક વાહનોને  તપાસ કરવામાં આવશે રાઉન્‍ડ ધ કલોક બંદોબસ્‍ત રહેશે તે માટે  ડીવાયએસપી ૧,પી.આઈ ર,પી.એસ.આઈ ૬,પોલીસ ૧૦૦, જીઆરડી ૯૦,એસ.આર.પી ૧ કંપની,બીબીયુ ૮,કયુ.આર.ટી ૭, ડોગ સ્‍કોડ ર,માઉટેન્‍ડ ૬,એસ.એફ.એમ.ડી ર૦,બી.એફ.એમ.ડી ૮, દુરબીન ૧૦,સીસીટીવી કમેરા પ૩ સહીત જડબેસલાખ સુરક્ષા જાળવશે.

એક માસ દરમ્‍યાન લાખો શિવભકતો આવી પહોચે છે તેથી સોમનાથ મંદિર પરીષર ચોપાટી,હમીરજી ગોહીલ સર્કલ,ત્રીવેણી રોડ,ગીતા મંદિર,શંખ સર્કલ,ભીડ ભજન મહાદેવ,ભાલકા મંદિર,પાર્કીગ સહીત ના મંદિરોને ચોખ્‍ખા ચણાક રાખવા માટે ૧૦૦ થી વધારે સફાઈકામદારો રાઉન્‍ડ ધ કલોક સફાઈ કામગીરી કરશે તેમજ પે એન્‍ડ યુઝ  શૌચાલયો પણ સતત સાફ સફાઈ થતી રહે તે માટે વ્‍યવસ્‍થા કરાયેલ  છે સફાઈ કામદારોને સુરક્ષા માટે હાથમોજા,ટોપી,સાબુ સહીત  આપવામાં આવેલ છે આ એજન્‍સી ને સાફ સફાઈ માટે એવોર્ડ  મળેલ છે. પાર્કીગ એટલું મોટુ વિશાળ છે કે મોટી સંખ્‍યામાં મોટરકારો,મોટી બસો આવી જાય તેમજ મોટરસાઈકલ માટે અલગ અલગ વ્‍યવસ્‍થા રાખવામાં આવેલ છે જરૂર પડે તો વેણેશ્‍વર,બાયપાસ પાર્કીગમાં વ્‍યવસ્‍થા કરાશે તેમજ આ વર્ષે આધુનીક વ્‍યવસ્‍થા રાખવામાં  આવશે ટ્રસ્‍ટ ના ગેસ્‍ટ હાઉસોમાંથી યાત્રીકોને લઈ જવા માટે વિના  મુલ્‍યે રીક્ષા ની વ્‍યવસ્‍થા કરાયેલ છે વૃઘ્‍ધો,અપંગ,બિમાર યાત્રાળુઓ  માટે ગોલ્‍ફકાર,વ્‍હીલચેર રાખવામાં આવેલ છે તેમજ કોઈપણકામગીરીમાટે સ્‍વાગત કક્ષ ઉભું કરાયેલ છે.

દરરોજ લાખો દર્શનાર્થીઓ આવે તેના માટે વિના મુલ્‍યે ભોજન ની વ્‍યવસ્‍થા ટ્રસ્‍ટ દ્વારા જુના મંદિર સામે ત્રીવેણી રોડ ઉપર ડોગરેજી મહારાજ અન્‍નક્ષેત્ર,બસ સ્‍ટેન્‍ડ સામે ગુરૂદેવ ના ભંડારા ચાલુ રહેશે  તેમજ અનેક સંસ્‍થાઓ દ્વારા શ્રાવણ માસ દર રવિ,સોમવારે ફરાળ ની પ્રસાદી રાખવામાં આવે છે ગૌ શાળા તેમજ અન્‍યય સંસ્‍થાઓ દ્વારા પાણી ની વ્‍યવસ્‍થા રાખવમાં આવે છે.

યાત્રીકો સવાર થી સાંજ સુધી દર્શન માટે આવતા હોય છે તેનો કીમતી સામાન,મોબાઈલ સહીત ની વસ્‍તુઓ રાખવા માટે સુંદર વ્‍યસ્‍થાનું આયોજન કરાયેલ છે તેમજ સોમનાથ દર્શન માટે ત્રણ ટાઈમ બસની વ્‍યવસ્‍થા કરાયેલ છે તેની ટીકીટ બુકીગ કાઉન્‍ટર ઉપર થી મળી  રહે છે અને દરેક મંદિરના દર્શન સાવ નજીવા દરે કરાવે છે. ટ્રસ્‍ટના સાગર દર્શન, લીલાવંતી, મહેશ્‍વર ભવન, ડોરમેટરી, એસી જનરલ રૂમ તેમજ પ્રભાસપાટણ,સોમનાથ બાયપાસ,વેરાવળમાં નાના મોટા ૩૦૦ ગેસ્‍ટહાઉસો,ધર્મશાળાઓ આવેલી છે જેમાં હજારો યાત્રીકો રહી શકે તેવી વ્‍યવસ્‍થાઓ કરાયેલછે ટ્રસ્‍ટના દરેક ગેસ્‍ટ હાઉસોમાં રૂપીયા ૯૦ થી ૪૪૦૦ સુધી ભાડુ હોય છે પણ ખાનગીમાં  રૂા.૧૦૦૦ થી ૧પ૦૦૦ સુધી ભાડુ લેવાય છે

શ્રાવણ માસમાં રપ લાખથી વધારે શ્રઘ્‍ધાળુઓ દર્શનનો લાભ લઈ છે જયારે કરોડો શ્રઘ્‍ધાળુઓ સોશ્‍યલ મીડીયા થી પુજા વિધીઓ નોધાવે છે તેમજ પ૦૦ થી વધારે ધ્‍વજા રોહણ થાય છે તમામ વ્‍યવસ્‍થાઓ સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા પુર્ણ કરાયેલ છે.

(1:50 pm IST)