Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

જામનગરમાં ઘરફોડ ચોરીના ગુન્‍હામાં ર શખ્‍સોની ધરપકડ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૬ :.. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સુચના અને મદદનીશ પોલીસ અધિક્ષક જયવીરસિંહ એન. ઝાલા તથા પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ. જે. જલુના માર્ગદર્શન મુજબ સીટી એ ડીવી. પો. સ્‍ટે.ના સર્વેલન્‍સ સ્‍ટાફના માણસો પો. સબ. ઇન્‍સ. એમ. વી. મોઢવાડાયા સાથે પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમા હતા.

તે દરમ્‍યાન આરોપી કમલેશ હરીશભાઇ રાઠોડ જાતે મારવાડી ઉ.વ.ર૦ ધંધો ભંગારની ફેરી રહે. રણજીતસાગર રોડ મારવાડીવાસ જોગણી માતાજીના મંદિર પાસે ઝૂપડામાં જામનગર તથા કાયદાથી સંઘર્ષિત કિશોર મળી આવેલ હોય બન્ને પાસે રહેલ સુફરના બાચકા ચેક કરતા તેમાં પીતળના સીએનજી કિટના ફીલીંગવાલ્‍વ તથા ટેન્‍કવાલ્‍વ મળી કુલ વાલ્‍વ નંગ ૧૩૦ મળી આવતા મુદામાલ તરીકે કબ્‍જે કરી ઘરફોડ ચોરીનો વણ શોધાયેલ ગુનો ડીટેકટ કરેલ છે. આ કામગીરી પો. ઇ. એમ. જે. જલુ, પો.કો. એમ. વી. મોઢવાડીયા, પો. હેડ કો. દેવાયતભાઇ રામાભાઇ કાંબરીયા, મહિપાલસિંહ મયુરસિંહ જાડેજા, યુવરાજસિંહ વિક્રમસિંહ જાડેજા, જીતેન્‍દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, પો. કો. શિવરાજસિંહ નટુભા રાઠોડ, મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા, વનરાજભાઇ ભગુભાઇ ખવડ, પ્રવિણભાઇ ભીખાભાઇ પરમાર, રવીરાજસિંહ રાજેન્‍દ્રસિંહ જાડેજા તથા યોગેન્‍દ્રસિંહ  સોઢા, વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(1:56 pm IST)