Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

પોરબંદરમાં ઇરાની બોટના બે ખલાસીઓને ૧૪ દિ'ની રિમાન્ડ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૬ :  અરબી સમુદ્રમાં ગેરકાયદે ઘુસણખોરી કરનાર ઇરાની બોટમાંથી નાર્કોટીક કંટ્રોલ બ્યુરો નેવી અને  કોસ્ટગાર્ડને મળી આવેલ ર ખલાસીઓને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બન્ને ઇરાની ખલાસીની ૧૪ દિવસની રીમાન્ડ મંજુર કરી છે.

અરબી સમુદ્રમાં ત્રણ દિવસ પહેલા ગેરકાયદે ઘુસી આવેલ ઇરાની બોટને નાર્કોટીક કંટ્રોલ બ્યુરો નેવી અને કોસ્ટ ગાર્ડના સંયુકત ઓપરેશનમાં પકડી પાડી હતી. ઇરાની બોટમાં કશુ વાંધાજનક મળી આવ્યું નથી પરંતુ ઇરાની બોટમાં રહેલા ર ખલાસી કઇ રીતે ભારતીય જળ સીમાની અંદર કેવી રીતે ઘુસ્યા સહિતની માહિતી મેળવવા બન્ને શંકાસ્પદ ઇરાની ખલાસીઓને ડિસ્ટ્રીકટ કોર્ટમાં રજૂ કરેલ અને રીમાન્ડની માંગણી કરતા બન્ને ઇરાની ખલાસીઓની કોર્ટે ૧૪ દિવસની રીમાન્ડ મંજુર કરી છે.

ઇરાની બોટના બન્ને ખલાસીઓ સામે નવી બંદર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલ છે. બન્ને ઇરાની ખલાસીઓ ડ્રગ્સ સંબંધે કન્સાઇમેન્ટ પાર પાડવા ભારતીય જળસીમામાં  હોય તેવી ચર્ચા થઇ રહી છે.

(2:00 pm IST)