Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

પોરબંદરનો જન્માષ્ટમી લોકમેળો લૂંટ મેળો બને નહી `તે માટે માણેક ચોક ઓટલા સમિતિ દ્વારા સુચનો

ભેળપુરી પાણીપુરી સહીત ખાદ્યચીજોમાં ભાવ બાંધણું ફરજીયાત, અકસ્માત વિમો ઉતારવો, સફાઇ જાળવણી તથા કાયદો વ્યવસ્થાની જાળવણીના સુચનો

 

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા)  પોરબંદર, તા., ૨૬: પોરબંદર છાંયા સંયુકત નગર પાલીકા આયોજીત જન્માષ્ટમી લોકમેળા આયોજનમાં જનતાની માંગણીથી પ્રતિવરસ સરકારથી તરફથી જીલ્લા કલેકટરશ્રી દ્વારા પ્રતિનિધિની નિમણુંક કરવામાં આવે છે. આ પ્રતિનિધિ પ્રાંત અધિકારી યાને નાયબ કલેકટરશ્રી તથા અન્ય એક પ્રતિનિધિ મામલતદાર કક્ષાના હોય છે. તેમના સુપરવીઝન માર્ગદર્શનમાં લોકમેળાનું આયોજન રહે છે.

નગર પાલીકા દ્વારા લોકમેળાની પુર્વ તૈયારી લોકમેળા ગ્રાઉન્ડ પર સ્ટોલના પ્લોટની ફાળવણી માપ સાઇઝ વિગેરે નગર પાલીકાની લોકમેળા આયોજન સમીતી અને પાલીકાના કાયમી સરકાર નિયુકત વહીવટી અધિકારી યાને ચીફ ઓફીસરના માર્ગદર્શન કરવામાં આવે છે. તેની સંપુર્ણ જવાબદારી પોરબંદર છાંયા નગર પાલીકાની રહે છે. પાલીકાની એન્જીનીયરીંગ બ્રાન્ચ સેનીટેશન બ્રાન્ચ ઇલેકટ્રીક વિભાગ ફાયર બ્રિગેડ વિગેરેનો સોંપવામાં આવે છે.

મહત્વની બાબત એ છે કે પાલીકા દ્વારા ભાડે અપાતા સ્ટોલ તથા સ્થળ પર મનોરંજન માટે ચક્કડોળ ફજેત ફાળકા તથા બહારથી આવતા અન્ય ધંધાર્થી  મુજરા ડાન્સ વિગેરે જગ્યા ફાળવણીમાં પ્રતિવરસ અવૈદ્યતા રહેતી હોવાની ફરીયાદ રહે છે. સરકારશ્રીયાને જીલ્લા કલેકટરશ્રીની કચેરીમાં મોજુદ છે જયારે માણેકચોક ઓટલા સમીતી સુચન છે. વિક્રમ સવંત ર૦૭૮ની અને ઇ.સ. ર૦રર-ર૩ની સાલનો ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ પર  પોરબંદર છાંયા સંયુકત નગર પાલીકા ઉપક્રમે યોજાઇ રહેલ છે. ત્યારે મેળા સ્ટોલ તેમજ ચક્કડોળ ફજેત ફાળતા વિગેરે મનોરંજન કિવ્રમ કરણોની જગ્યામાં અવૈદ્યતા સાથે અસંતોષ સર્જાય નહી. તે માટે સંપુર્ણ હરરાજી વિગેરેની કાર્યવાહી સરકારશ્રી વતી નિયુકત જીલ્લા કલેકટરશ્રી દ્વારા પ્રતિનિધિની હાજરીમાં કરવામાં આવે તે પહેલા પાલીકા દ્વારા લોકમેળો ગ્રાઉન્ડ સ્ટોલ ફાળવણીનાં નકશાની ચકાસણી કરવી જરૃરી છે.

ઉલ્લેખનીય છે કે લોકમેળાની આવક તમામ હિન્દુ સ્મશાન ભુમીને ખર્ચ માટે વાપરવાની હોય છે. પોરબંદર નગર પાલીકા સંચાલીત મૃતદેહના અગ્નિ સંસ્કારનો એક પણ ખર્ચ લેવામાં આવતો નથી. માત્ર અગ્નિ સંસ્કારનો નહી પરંતુ ખાણથી લઇ તમામ ઘી સહીતનો ખર્ચ લેવાતો નથી. તેમજ હિન્દુ સ્મશાન ભુમીનું મેન્ટેન્શન પણ કરવાનું રહે છે. ચાલુ વરસમાં નગર પાલીકા સંચાલીત સ્મશાન ભુમીના લાકડા છાણા રાખવાના તેમજ અન્ય સાધન સામગ્રી સાચવવાના ગોડાઉન સંપુર્ણ જર્જરીત થઇ ગયેલ છે. સંપુર્ણ મરામત રીપેરીંગ માંગે છે. જેથી લોકમેળામાંથી જેમ વધુ આવક થશે તો સ્મશાનના ગોડાઉન રીપેરીંગમાં પણ મોટી રાહત થઇ શકે.  નગર સેવકોએ અવૈદ્ય રીતે લોકમેળાની આવકમાંથી ચર્ચીત હકિકત મુજબ બંધ કવર મેળવે છે. તે મેળવવાનો મોહ જતો કરી ફરજ અને માનવતાનું ઉદાહરણ પુરૃ પાડે માણેક ચોક ઓટલા સમીતીનું આ સુચન છે.

લોકમેળા દરમ્યાન ખાણીપીણીના સ્ટોલમાં સ્વચ્છતા જરૃરી છે. ખાણી પીણીના સ્ટોલ ધારકો  ભાવમાં ઉઘાડી લુંટ કરે નહી તેની તકેદારી રાખવી જરૃરી છે. ફરસાણમાં ગાંઠીયા-ભજીયા વિગેરેમાં કાગળ વજનમાં મુકવામાં આવે નહી તોલમાપ ઇન્સ્પેકટર તથા ફુડ વિભાગ દ્વારા અવારનવાર ચેકીંગ કરવા તેમજ લોકમેળો પુર્ણ થાય ત્યારે  વાસી ભજીયા, ચટ્ટણી, સંભારો, મરચા વિગેરેનો નાશ કરવો પણ વણેલા ગાઠંીયા, પુરી શાક પણ નાશ કરાવવો જોઇએ.

ભેળ-પાણીપુરી-પાઉભાજી વિગેરેનું ભાવ બાંધણું આવશ્કયક જરૃરી છે. કોરી ભેળનું વજન નક્કી પ્લેટનો ભાવ લોકોને પરવડે તેવો રાખવો. વજન સાથે ચટણી ભેળમાં ભળે નહી. કોરી ભેળના વજન પછી  ચટણી વિગેરે નાખવામાં આવે ખાસ કરીને ડુંગળી બટેટાની ચકાસણી કરવી. મેળામાં નબળી ડુંગળી અને બટેટાનો છુટથી ઉપયોગ ધંધાર્થીઓ કરતા હોય જેથી તકેદારી રાખવી ખાસ જરુરી છે. કેટલાક બીન અનુભવી ધંધાર્થીઓ પણ ઘર ખર્ચને પહોંચી વળવા ખાણીપીણીના સ્ટોલ, ફરસાણ-ભજીયા-ગાંઠીયા લોકમેળા ખોલી વેપાર કરે અથવા રેંકડીઓ ઉભી રાખી આજીવીકા રળતા હોય તેમની રેકડી પાસે પાણીની ગંદકી અન્ય ગંદકી ફેલાય નહી સ્વચ્છતા જળવાય તેવી ખાસ વ્યવસ્થા કરવી જરૃરી છે. પાનના સ્ટોલ પર પ્રતિબંધીત કેન્સરને આમંત્રણ આપતા ધ્રુમપાન, ફાકી પડીકીનું વેચાણ નિયંત્રણમાં રહે તે જરૃરી છે તકેદારી રાખવી.

ઠંડા ગરમ પીણા ગ્લાસ, ચા-કોફી અન્ય ગરમ પીણા માટે ઉપયોગ કાચના રકાબી કપ, ગ્લાસનો ઉપયોગ કરવામાં આવે તેની સફાઇ થવી જંતુનાશક દવા-લીકવીડથી સફાઇ થાય તે માટે જરૃરી પગલા લેવા જોઇએ.

અકસ્માત વિમો મેડીકલ વિમો, મેળા આયોજકોએ સંસ્થાકીય ફરજીયાત લેવડાવવા ત્યાર બાદ મેળાની શરૃઆત કરવી. તે માટે પોરબંદર છાયા સંયુકત નગર પાલીકાના પ્રયોજક આયોજક ઓફીસ શીટીંગ્ઝ વહીવટી અધિકારીના પ્રતિ વરસની જેમ બોન્ડ નિયત સ્ટેમ્પ પેપર નોટરી અથવા સક્ષમ ઓથોરીટી સમક્ષ લેવડાવવા જે અંગે પ્રતિ વરસ જનહિતાર્થે માંગણી થતા બોન્ડ લેવામાં આવે છે. તે પરંપરાગત પોરબંદર છાંયા સંયુકત નગરપાલીકા સંસ્થાવતી સ્થાયી અધિકારી લોકમેળા આયોજન સમીતીના બોન્ડ લેવા જોઇએ.

પોરબંદર રાજય દ્વારા ત્રિ-દિવસીય લોકમેળામાં દેશી રમતોનો આનંદ સાથે સ્પર્ધા  યોજાતી. ઘોડેશ્વારી, કબડી, ખોખો, અંગ કસરતના કુસ્તી દાવ, લાંબા અંતર દોડ સ્પર્ધા યોજાતી. નવીબંદરથી પોરબંદરની દોડ યોજાતી. રાસ-દુહા-લોકડાયરાની રમઝટ માણવા મળતી. પ્રોત્સાહીક ઇનામ પણ રાજ તરફથી આપવામાં આવતું.  દેશી રજવાડાના વિલીનીકરણ બાદ લોકમેળો અમુક સમય યોજાયેલ નહી. પુનઃ સને ૧૯૫૪-૫૫ના લોકમેળો નગરપાલીકા દ્વારા આયોજન કરી શરૃ કરાયેલ ત્યારથી અવિરત ચાલુ છે. ખાસ કિસ્સા  સિવાય બંધ રહેલ નથી. એક સમયે પાલીકાએ શીતલા-સાતમથી શ્રાવણી અમાસ સુધી મેળાનું આયોજન કરેલ. ત્યારે પોરબંદર, જુનાગઢ જીલ્લામાં હતું. જુનાગઢ જીલ્લા કલેકટર દ્વારા મંજુરી મેળવવામાં આવી હતી. માણેક ચોક ઓટલા સમીતી  દ્વારા કાયદો વ્યવસ્થા-રોગચાળા સામે તકેદારી રાખવી, અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી કાયદો વ્યવસ્થાની જાળવણી ચુસ્ત રહે તેવી અપેક્ષા રાખે છે અને સુચનો કર્યા છે.

(2:02 pm IST)