Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

પોરબંદરમાં ડેન્ગ્યુએ દેખા દીધીઃ ૪દિ'માં ર૭ કેસો

ચોમાસામાં ઝાડા, ઉલ્ટી, તાવ અને મલેરિયાના વધતા કેસોઃ સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૬ : ચોમાસામાં ઝાડા, ઉલ્ટી, તાવ મલેરિયા જેવા કેસો વધ્યા છે. સાથે ડેન્ગ્યુના ર૭ કેસો ૪ દિવસમાં આવ્યા છે.

ચોમાસામાં ઝાડા, ઉલ્ટી સામાન્ય તાવ અને મલેરિયાના કેસો સિવિલ હોસ્પિટલમાં સતત આવી રહ્યા હોય સિવિલ હોસ્પિટલમાં દર્દીઓથી ઉભરાય રહી છે. પુરૃષ વોર્ડમાં ર્દીઓને માટ બેડ ખૂટી પડયા છે નવા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં લોબીમાં નીચે બેડ નાખીને રાખવા પડે છે. જેના કારણે તેની સારવારમાં મુશ્કેલી આવી રહી છે. શહેરમાં તા. ર ૧ થી ર૪ મી સુધીમાં ડેન્ગ્યુના કુલ ર૭ કેસો આવ્યાછે જયારે મલેરિયાના પર૯ કેસો આવ્યાછે. સિવિલ હોસ્પિટલને નવા કેસ કઢાવવાની બારીમાં લાઇનો જોવા મળે છે શહેરમાં ચીકનગુનિયાના શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. નગરપાલિકા તંત્ર શહેરમાં અસરકારક આરોગ્ય વિષયક પગલા લ્યે તેવી માગણી ઉઠી છ.ે ચોમાસાની સીઝનલ વાઇરસ વધતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે.

(2:53 pm IST)