Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

ગોહિલવાડમાં છુટો છવાયો વરસાદ:મહુવામાં અડધો ઇંચ: ઉમરાળામાં ધીમીધારે વરસાદ :.તળાજા,ઘોઘા, ગારિયાધાર અને જેસરમાં ઝાપટા

( વિપુલ હિરાણી દ્વારા )  ભાવનગર:ભાવનગર શહેર અને જિલ્લામાં ઝરમર વરસાદથી લઈ અડધા ઇંચ જેટલો વરસાદ પડયો છે.
ગોહિલવાડ પંથકમાં આજે બપોર બાદ ફરી વરસાદી માહોલ બંધાયો હતો અને શહેર અને જિલ્લામાં છુટો-છવાયો વરસાદ પડ્યો છે.

આજે સવારના 6 થી સાંજના 6  દરમિયાન ભાવનગરના મહુવામાં 11 મી.મી. ઉમરાળામાં 9 મી.મી. તળાજામાં 6 મી.મી.,ઘોઘા માં 9 મી.મી.જેસરમાં 6મી.મી. ગારિયાધારમાં 4 મી.મી.

,ભાવનગર માં 3 મી.મી.અને વલભીપુરમાં 3 મી.મી. વરસાદ નોંધાયો છે.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 33.1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.6 ડિગ્રી નોંધાયું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 88 ટકા અને પવનની ઝડપ 10 કિ.મી .પ્રતિ કલાકની રહેવા પામી હતી.

(7:11 pm IST)