Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

ધોરાજી માં ઇમામ હુસેન ની યાદમાં રઝવિ કમિટી દ્વારા 11 રાત્રી સુધી મોલાના ઉવેશ યારે અલ્વી ની તકરીરનો પ્રોગ્રામ

મુસ્લિમોના નવા વર્ષ મોહરમનું તા 30 જુલાઈએ સંભવિત ચંદ્ર દર્શન બાદ પ્રારંભ થશે :ત્રણ વર્ષ બાદ તાજીયા ઝુલુસ અને મહેફિલની જાહેરમાં ઉજવણી થશે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:-ધોરાજીમાં ઇમામ હુસેનની યાદમાં રઝવિ કમિટી દ્વારા 11 રાત્રી સુધી મોલાના ઉવેશ યારે અલ્વીની તકરીરનો પ્રોગ્રામનું આયોજન થયેલ છે
ઈસ્લામિક કેલેન્ડર  અથવા હિજરી કેલેન્ડરના પહેલા મહિનાથી મુસ્લિમોનું નવું વર્ષ (મોહરમ  2022)થી નવું વર્ષ શરૂ થાય છે. રમઝાન મહિના પછી મોહરમને ઈસ્લામમાં બીજો સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. હિજરી કેલેન્ડરમાં 354 અથવા 355 દિવસ છે. એટલે કે તેમાં ગ્રેગેરિયન કેલેન્ડર કરતાં લગભગ 11 દિવસ ઓછા છે.આ વખતે અંગ્રેજી કેલેન્ડર મુજબ મોહરમનો મહિનો 30 જુલાઈ થી શરૂ થશે. નવમાં દિવસે તાજીયા યા હુસેન ના ગગન ભેદી નારાઓ સાથે પળમાં આવશે જેના 10મા દિવસે આશૂરા હોય છે. તે દિવસે મુસ્લિમ લોકો આશુરાની નમાઝ અદા કરીને ઇમામ હુસેન અને એમના બોતેર જાનીશરની યાદમાં ખીરાજ એ અકિદત પેશ કરે છે
ચાલુ વર્ષે 8 જુલાઈ ના રોજ મોહરમ મનાવાશે. મોહરમમાં કર્બલા ના શહીદોની યાદમાં જૂલુસ કાઢવામાં આવે છે. અંતિમ પૈગંબર હઝરત મુહમ્મદ સાહેબના પૌત્ર ઈમામ હુસૈન અને તેમના સાથીઓની યાદમાં મોહરમ મનાવાય છે. મુસ્લિમો મોહરમની 9 અને 10મી તારીખે રોજા રાખી મુસ્લિમો ઈબાદત કરે છે.

આ દિવસો માં મસ્જિદોમાં જાહેર સ્થળ પર  હઝરત ઇમામ હુસૈનની શહાદત પર તકરીર થાય છે.  સુન્ની મુસ્લિમ સમુદાયના લોકો આ પર્વને ઇસ્લામિક  રીતે મનાવે છે. મોહરમ કોઈ તહેવાર કે આનંદનો મહિનો નહીં પણ શહાદતનો  મહિનો છે. લગભગ 1400 વર્ષ પહેલા આ મહિનામાં ઇમામ હુસેન અને એમના સાથીદારો દ્વારા અસત્ય અને અન્યાય સામે ન્યાયની લડત લડવામાં આવી હતી. તે યુદ્ધ અને તેમાં શહીદ થયેલાને આ પવિત્ર મહિનામાં યાદ કરવામાં આવે છે. અંતિમ પેગંબર હઝરત મુહમ્મદ સાહેબના પૌત્ર ઈમામ હુસૈન અને તેમના સાથીઓની યાદમાં મોહરમ મનાવાય છે.
આ મહિનામાં તાજીયા અને જૂલુસ કાઢવાની પરંપરા છે. આ મહિના માં તકરીર કરવામાં આવે છે. આ પ્રકારે મુસ્લિમો શહીદીની ઘટના યાદ કરે છે અને ઈબાદત કરે છે. મોહરમમાં ખીચડો બનાવવાની પરંપરા છે. આ સાથે જ શરબત, હલવો અને ફળ જેવી વસ્તુઓ ન્યાઝ રૂપે  આપવામાં આવે છે ધોરાજી ખાતે પણ મોહરમ ની ઉજવણી ખુબજ ઉત્સાહ ઉમંગ સાથે કરવામાં આવશે

(7:14 pm IST)