Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

ધોરાજી સહકારી પરીવાર તથા હીન્દુ યુવક સંઘ દ્વારા વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે શુક્રવારે મેગા બ્લડ ડોનેશન કેમ્પ ભવ્ય આયોજન

પટેલ સાંસ્કૃતિક ભવન જેતપુર રોડ ખાતે સવારે 8:00 વાગ્યાથી બપોરના 1:00 વાગ્યા સુધી મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:-ધોરાજી સહકારી પરીવાર તથા હીન્દુ યુવક સંઘ દ્વારા
વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરેલ છે
ધોરાજી હિન્દુ યુવક સંઘના પ્રમુખ હરકિશન ભાઈ માવાણીએ યાદીમાં જણાવેલ કે સૌરાષ્ટ્રના ખેડૂત નેતા તેમજ લેઉવા પટેલ સમાજના આગેવાનની છાપ ધરાવતા અડીખમ નેતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની તૃપ્તિય પુણ્યતિથિ નિમિત્તે ધોરાજી સહકારી સંસ્થાઓ તેમજ હિન્દુ યુવક સંઘના સંયુક્ત ઉપક્રમે તારીખ 29 ને શુક્રવારના રોજ લેવા પટેલ સાંસ્કૃતિક ભવન જેતપુર રોડ ખાતે સવારે 8:00 વાગ્યાથી બપોરના 1:00 વાગ્યા સુધી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે
આ કેમ્પમાં રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા તેમજ ડિસ્ટ્રીક બેંકના ડિરેક્ટર લલિતભાઈ રાદડિયા ખાસ ઉપસ્થિત રહેશે
તેમજ રાજકોટ જિલ્લા સહકારી સંસ્થાના આગેવાનો જિલ્લા બેંકના ડિરેક્ટરો અને શહેર તેમજ જિલ્લા ભાજપના આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે
આ પ્રસંગે ધોરાજી શહેર અને તાલુકા માંથી સૌથી વધુ માનવ જિંદગીને બચાવવા સહયોગ આપવા બાબતે રક્તદાન કરે તે બાબતે યુવા ભાઈ બહેનોએ આગળ આવવા ખાસ અપીલ કરી છે
આવા મહાન વિરલા વ્યકિત ને આવો આપણે સૌ સાથે મળી લોહીના બુંદથી સાચી
શ્રધ્ધાંજલી અર્પણ કરી શકીએ તેવા હેતુસર મહા રકતદાન કેમ્પનું સુંદર આયોજન કરેલ છે.
મહા રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે હિન્દુ યુવક સંઘના હરકિશનભાઈ માવાણી કે.પી માવાણી નીતિનભાઈ જાગાણી ભોલાભાઈ માવાણી વિગેરે કાર્યકર્તાઓ તેમજ સહકારી પરિવારના આગેવાનો કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે

(7:16 pm IST)