Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

બોટાદમાં ઝેરી દારૂકાંડ બાદ દાહોદ પોલીસ પણ એક્શનમા:અનેક સ્થળોએ ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર કર્યા દરોડા

ઝાલોદ, લીમડી, ફતેપુરા, સંજેલી, સુખસર સહિતના વિવિધ સ્થળોએ દેશી દારૂના અડ્ડા પર પોલીસે રેડ કરી

બોટાદમાં ઝેરી દારૂકાંડ બાદ દાહોદ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. પોલીસે વિવિધ સ્થળોએ ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા, જેમા ઝાલોદ, લીમડી, ફતેપુરા, સંજેલી, સુખસર સહિતના વિવિધ સ્થળોએ દેશી દારૂના અડ્ડા પર પોલીસે રેડ કરી હતી. દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચે ઝાલોદના ચીતોડિયામાં કારમાં લવાઈ રહેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમા એક શખ્સની ધરપકડ રી છે જ્યારે અન્ય એક આરોપી ફરાર થયો હતો.

(8:42 pm IST)