Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

ઝેરી દારૂકાંડમાં 10 લોકોના બ્લડ ટેસ્ટના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ : એકપણના રિપોર્ટમાં નથી મળ્યુ દારૂનુ તત્વ

ઈથાઈલ નહીં પરંતુ સીધુ જ મિથેનોલ હોવાનો ઘટસ્ફોટ: પાણીમાં જ સીધુ કેમિકલ ભેળવીને દારૂનુ નામ આપવામાં આવ્યુ હોવાનો ખૂલાસો

બોટાદના ઝેરી દારૂકાંડમાં વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમા 10 લોકોના બ્લડ ટેસ્ટના રિપોર્ટમાં ક્યાંય દારૂનું તત્વ મળ્યુ નથી. ઈથાઈલ નહીં પરંતુ સીધુ જ મિથેનોલ હોવાનો ઘટસ્ફોટ થયો છે. પાણીમાં જ સીધુ કેમિકલ ભેળવીને દારૂનુ નામ આપવામાં આવ્યુ હોવાનો ખૂલાસો થયો છે. ત્યારે સમગ્ર ઘટનાને પોલીસ હવે લઠ્ઠાકાંડ નહીં પરંતુ કેમિકલ કાંડ ગણાવી રહી છે

(8:43 pm IST)