Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

બોટાદ ઝેરી દારૂકાંડ મામલે કચ્છમાં કંડલામાં મિથેનોલ આલ્કોહોલની હાથ ધરાઈ તપાસ

ઝેરી દારૂકાંડ મામલે કચ્છમાં પણ તપાસનો ધમધમાટ શરૂ 120થી વધુ ટ્રેડર અને ઈમ્પોર્ટરોના લાઈસન્સ અને જથ્થાની તપાસ થાય તેવી શકયતા

બરવાળા ઝેરી દારૂકાંડ મામલે કચ્છમાં પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. કંડલામાં મિથેનોલ આલ્કોહોલને લઈને કંડલામાં તપાસ હાથ ધરવામાં આવી છે. કંડલામાં મિથેનોલ આલ્કોહોલનું મોટાપાયે ઈમ્પોર્ટ થાય છે. જેને લઈને નશાબંધી વિભાગ દ્વારા ટ્રેડર અને ઈમ્પોર્ટરની તપાસ કરાશે, જેમા લાઈસન્સ અને જથ્થા અંગે તપાસ કરવામાં આવશે. 120થી વધુ ટ્રેડર અને ઈમ્પોર્ટરોના લાઈસન્સ અને જથ્થાની તપાસ કરવામાં આવશે

(9:52 pm IST)