Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

ચકચારી લઠ્ઠાકાંડમાં દૂધનું દૂધ અને પાણીનું પાણીનું કરવા નિમાયેલ કમિટીએ ઘટના સ્થળે પહોંચી :આઈજીપી સુભાષ ત્રિવેદી નશાબંધી નિયામક એમ,એ ગાંધી અને એફએસએલ વડા એચ,પી, સંઘવીની બનેલી કમિટીએ અસરગ્રસ્તોની મુલાકાત લીધી: એ કેમિકલ કંપનીમાંથીજયેશ ઉર્ફે રાજુએ ચોરી કરીને સપ્લાઈ કરેલ

રાજકોટ : સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચકચાર જગાવનારા અને ધારાસભાની ચૂંટણી સમયે જ ભાજપ માટે મુશ્કેલી સર્જનારા કથિત લઠ્ઠાકાંડમાં 36 લોકોના મોત થતા રાજ્ય સરકાર દ્વારા ખાસ નિમાયેલી કમિટી દ્વારા આજે જ બંને જિલ્લાના ઘટના સ્થળ  તથા ભોગ બનનારાઓની મુલાકાત લેવામાં આવી હોવાનું જાણવા મળે છે,

અત્રે યાદ રહે કે ચકચારી લઠ્ઠાકાંડના મામલામાં ત્રણ દિવસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા રાજ્ય સરકારના ગૃહ મંત્રાલય દ્વારા એક કમિટી નીમવામાં આવી છે,એ કમિટીમાં રાજ્યના સીઆઇડી ક્રાઇમના સ્વચ્છ છબી સાથે કડક હાથે કામ લેવા માટે જાણીતા આઈજીપી સુભાષ ત્રિવેદીને ચેરમેન બનાવામાં આવ્યા છે,આ કમિટીના સભ્ય તરીકે નશાબંધી વિભાગના ઇન્ચાર્જ નિયામક અને ભાવનગરના ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર એમ,એ ગાંધી તથા ગુજરાતના એફએસએલ વડા એચ, પી, સંઘવીની સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે,

  દરમિયાન ઉચ્ચ પોલીસ સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ જે મિથાઇલ આલ્કોહોલ સપ્લાઈ થયું છે,એ જયેશ ઉર્ફે રાજુ નામના શખ્શે ફેક્ટરીમાંથી ચોરી કરીને સપ્લાઈ કર્યું હતું,તેવું બહાર આવ્યું છે,

અમદાવાદની કંપનીમાંથી  200 લીટર કેમિકલની ચોરી થઇ હતી,જે પોલીસ તમામ જથ્થો કબ્જે કરવા સાથે મોટાભાગના આરોપીઓની ધરપકડ કરી લીધી છે, કમિટી દ્વારા સર્વાંગી તાપસ કરી ત્રણ દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ સુપરત થશે

(11:18 pm IST)