Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

કચ્છની બે દિવસની મુલાકાતે આવેલી વિધાનસભાની સા.શૈ.પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિએ દેશદેવી મા આશાપુરાના દર્શન કરીને જનસુખાકારી માટે પ્રાર્થના કરી

ભુજ :કચ્છના બે દિવસના પ્રવાસે આવેલી વિધાનસભાની સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિએ માતાના મઢ ખાતે મા આશાપુરાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સમિતિના સભ્યોએ ભાવપૂર્વક જનસુખાકારી માટે માં આશાપુરાને પ્રાર્થના કરી હતી. ઉપરાંત, સમિતિના સભ્યોએ આ વિસ્તારની આરોગ્ય સુવિધાઓ વિશે અધિકારીઓ પાસેથી  વિગતે જાણકારી પ્રાપ્ત કરી હતી.

કચ્છના પ્રવાસે આવેલી આ સમિતિમાં પ્રમુખ અને ધારાસભ્ય શંભુજી ઠાકોરધારાસભ્યોરઘુભાઇ દેસાઇ, ગેનીબેન ઠાકોર, અજમલજી ઠાકોર, રાજેન્દ્રસિંહ ઠાકોર, પુરૂષોત્તમભાઇ સાબરિયા, ભીખાભાઇ બારૈયા, અરવિંદભાઇ રાણા અને ભરતભાઇ પટેલ જોડાયા હતા

 

(11:55 pm IST)