Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

ગોંડલ પંથકમાં સમયસુચકતાં સાથે માતા અને શિશુનો જીવ બચાવતી ૧૦૮ની ટીમ:

ચાલુ વરસાદે કોલીથડના વાડી વિસ્તારમાં માતાની સફળ પ્રસુતિ:

 ગોંડલ : ગોંડલ પંથકમા છેલ્લા વીસ પચ્વચીસ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે .વાડી ખેતરો પાણી થી લથબથ છે ત્યારે  તાલુકાના હડમતાળા ગામમાં વાડી વિસ્તારમાં રહેતા અને ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા નર્મદાબેન વસુનિયાને વહેલી સવારે ૫.૩0 વાગે પ્રસુતિની પીડા ઉપડતા પરિવારના સભ્યોએ ૧૦૮ એમ્બ્યુલન્સ માટે સંપર્ક સાધ્યો હતો. ૧૦૮ની ટીમે સમય સુચકતાં સાથે સ્થળ પર હાજર થઈને માતા અને શિશુનો જીવ બચાવ્યો હતો.

સ્થળ પર દોડી ગયેલી ૧૦૮ની ટીમના  જિલ્લાના ઈ.એમ.ઈ. વિરલ ભટ્ટએ જણાવ્યું હતું કે,  ૧૦૮ની ટીમ ગણતરીની મિનિટોમાં જ ઈએમટી સ્ટાફ બાલુભાઈ અને પાયલોટ દેવસુરભાઈ  સાથે કોલીથડ પહોંચી હતી. પરંતુ પહોંચતાની સાથે જ જાણવા મળ્યું કે પ્રસુતા વાડી વિસ્તારમાં છે.વરસાદ ને કારણે વાડી વિસ્તારમાં એમ્બ્યુલન્સ લઈ જવી અશ્ક્ય હોવાથી ઈએમટી બાલુભાઈ અને પાઈલોટ દેવસુરભાઈ લગભગ ૧ કિમી જેટલું અંતર કાપીને પ્રસુતા દર્દીને સ્ટ્રેચરની મદદથી એમ્બ્યુલન્સ સુધી લઈ આવ્યા હતા. 

  ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ કરાવવી પડે તેવી પરિસ્થિતિ સર્જાતા  પ્રસુતાની તપાસ કરતાં જાણ થઈ કે તેનું વજન માત્ર ૪૦  કિલો જ છે. આવી વિપરીત પરિસ્થિતિમાં પણ ઈએમટી બાલુભાઈએ તેમની આગવી કોઠાસૂઝનો ઉપયોગ કરી ડોક્ટરની ઓનલાઈન મદદથી એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવીને માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે માતા અને બાળકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

રાજ્ય સરકારની ૧૦૮ની સેવાએ સંખ્યાબંધ લોકોને ત્વરીત તબીબી સેવા પુરી પાડી નવજીવન આપ્યું છે. હડમતાળાની ઘટના મા પણ પ્રશંસાપાત્ર  સેવા બજાવી હોય પ્રસુતા દર્દીના પરિવારજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સના તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો

(11:57 pm IST)