Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

મુંગા પશુઓની વેદના સમજીને ગૌવંંશની સેવા કરીએ:વિધાનસભાના અધ્યક્ષા ડો.નિમાબેન આચાર્ય

વિધાનસભા અધ્યક્ષા લમ્પી રોગગ્રસ્ત ગાયોની મુલાકત લીધી

ભુજ :વિધાનસભા અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યએ ભુજ ખાતે નગરપાલિકા અને દાતાઓની મદદથી અસરગ્રસ્ત ગાયો માટેના કેમ્પની મુલાકાત લીધી હતી

આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, મૂંગા પશુઓની પણ આપણે વેદના સમજી અને આપણે બધા સેવામાં જોડાઇ આ પશુઓની સારવાર કરીએ અને વધુમાં વધુ રસીકરણ કરાવીએ. તેમજ આર્યુવેદિક ઉપચારથી પણ આપણે સેવા કરીને આ પશુઓને બચાવીએ.

આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષાએ શનિદેવ મંદિરે જઈને લમ્પી રોગમાંથી ગાયોને મુક્તિ મળે તે માટે ભુજ શહેરવાસીઓ દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સહભાગી બનીને ઝડપી ગાયો રોગમુક્ત થાય તે માટે પ્રાર્થના કરી હતી.

આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, નગરપાલિકા કારોબારી ચેરમેન જગતભાઈ વ્યાસ, તેમજ સેવાભાવી સંસ્થાના અગ્રણી સર્વ સચીનભાઈ ઠક્કર, જયુભાઈ ભાટિયા, દિપેશભાઈ મહેતા, કૌશિકભાઈ મહેતા, નાયબ પશુપાલક ડો.એચ.એમ.ઠક્કર તેમજ સેવાભાવી યુવાનો હાજર રહ્યાં હતાં.

(12:19 am IST)