Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

ભુજ –ભાવનગર રૂટની બસમાંથી આંગડીયા પેઢીનો લાખોની રોકડ-ચાંદી ભરેલ થેલાની ઉઠાંતરી.

એસટી બસમાં સવાર આંગડીયા પેઢીના કર્મચારીઓનો ૩૦ લાખની રોકડ અને ચાંદી ભરેલ થેલાની ઉઠાંતરી કરાઈ

મોરબી ; ભુજથી ભાવનગર આવતી એસટી બસમાં સવાર આંગડીયા પેઢીના કર્મચારીઓનો ૩૦ લાખની રોકડ અને ચાંદી ભરેલ થેલાની ઉઠાંતરી થઇ છે જે બનાવ મામલે મોરબી પહોંચ્યા બાદ જાણ થતા બનાવ મામલે પોલીસ મથકમાં જાણ કરી છે તો પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે

જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મહેન્દ્ર પ્રવીણ આંગડીયા પેઢીના બે કર્મચારી રાજકોટથી ગાંધીધામ ગયા હતા જ્યાં પાર્સલ આપી બાદમાં ભુજ ભાવનગર બસમાં રીટર્ન થતા હતા જેની પાસે આંગડીયા પેઢીનો અંદાજે ૩૦ લાખની રોકડ ભરેલ થેલો અને ચાંદી સાથે હતું જે થેલો કોઈ ઉઠાંતરી કરી ગયો હતો અને મોરબીના જુના બસ સ્ટેન્ડ પહોંચ્યા ત્યારે થેલો ના હોવાનું માલૂમ પડ્યું હતું
જેથી બનાવ મામલે એ ડીવીઝન પોલીસ મથકને જાણ કરતા મોરબી એ ડીવીઝન પોલીસ તેમજ એલસીબી ટીમે તપાસ ચલાવી છે અને મોરબી જીલ્લામાં પોલીસે નાકાબંધી કરી છે જોકે થેલો કચ્છમાં ઉપડી ગયો કે પછી મોરબીની હદમાં તે સ્પષ્ટ થયું નથી હાલ પોલીસે તપાસ ચલાવી છે.

(12:38 am IST)