Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

મોરબીમાં નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન પ્લાન કાગળ પર હોય તેવા દૃશ્યો સર્જાયા

નગરપાલિકાને સમાજ સેવકની રજુઆત: નવા ડેલા રોડ પર પાણીનાં નિકાલની વ્યવસ્થા કરો

મોરબીમાં નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન પ્લાન કાગળ પર હોય તેવા દૃશ્યો સર્જાયા છે. જ્યાં વરસાદ બાદ નવા ડેલા રોડ પર વરસાદી પાણીનો નિકાલ થયો નથી. આ મુદ્દે સમાજ સેવક જીતુ ઠક્કરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી નવા ડેલા રોડ પર પાણીનાં નિકાલની વ્યવસ્થા કરવા માંગ કરી હતી.

જેમાં તેમણે જણાવ્યું હતું કે, નવા ડેલા રોડ ઉપર તાજેતરમાં નવો રોડ બન્યા પછી વરસાદી પાણી નિકાલનો પ્રશ્ન પેચીદો બન્યો છે. નવો રોડ ઊંચો બનતા હવે વિજય ટોકીઝ થી નવા ડેલા રોડ ઉપર આવે છે તે જૂનો હોય અને નીચો રહી જતાં પાણી ભરવાનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે. વરસાદી પાણીનાં કાયમી નિકાલની કોઈ વ્યવસ્થા નથી. વહેતા વરસાદી પાણીને સિધું ભૂગર્ભ ગટરમાં જોડી દેતા તે નિકાલ પણ ચોક અપ થઈ જાય છે અને વરસાદ વરસ્યા પછી પાણી લાંબો સમય રોડ ઉપર રહે છે. પરિણામે ગંદકી મચ્છર અને અકસ્માતનો સતત ભય રહે છે. જેથી જીતુ ઠક્કરે પાલિકા તંત્રને નવા ડેલા રોડ પર પાણીનાં નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી..

(12:39 am IST)