Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

મોરબીના વોર્ડ નંબર-7માં ઠેરઠેર ખડકાયેલા કચરા અને ઉકરડાના ગંજ ઉપાડવા રાવ.

કચરા અને ઉકરડાનો નિકાલ કરી કચરા પેટી અને સ્ટેન્ડ મુકવાની પાલિકાને આમ આદમી પાર્ટી દ્વારા રજુઆત

 મોરબીના વોર્ડ નંબર-7માં ઠેરઠેર કચરા અને ઉકરડાના ગંજ ખડકાયા છે. સફાઈના અભાવે આ ગંદકીએ માજા મુકતા હાલ વરસાદી વાતાવરણને લઈને રોગચાળો વકરવાની ભીતિ સેવાઈ રહી છે. તેથી કચરા અને ઉકરડાનો નિકાલ કરી કચરા પેટી અને સ્ટેન્ડ મુકવાની પાલિકાને આમ આદમી પાર્ટી દ્વારા રજુઆત કરવામાં આવી છે.

મોરબી નગરપાલિકા વોર્ડ નંબર 7ના વિસ્તારમાં ઉકરડા અને લાઈટની સમસ્યાઓ અંગે આમ આદમી પાર્ટી મોરબી વિધાનસભા સહ સંગઠન મંત્રી હુશેન શા શાહમદારએ મોરબી નગરપાલીમાંના ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે, શહેરના વોર્ડ નંબર-7ના વિસ્તારમાં નગરપાલિકા દ્વારા કચરા પેટી કે વ્યવસ્થિત સ્ટેન્ડ મુકવામાં આવ્યા જ નથી. પરિણામે જ્યાં ત્યાં કચરાના ગંજ ખડકાયા છે અને ઠેરઠેર ઉકરડાઓના થર જામતા ગંદકી ફેલાઇ રહી છે. જો કે નગરપાલિકા જાહેરમાં કચરો ફેકવા અને ગંદકી કરનારા સામે આકરી કાર્યવાહી કેમ કરતી નથી તેવા વેધક સવાલ સાથે પહેલા તંત્ર લોકોને સુખાકારી એટલે કચરા-ઉકરડાનો યોગ્ય નિકાલ કરી શહેરમાં ગંદકી જ થાય તેવી વ્યવસ્થા કરવા માંગ ઉઠાવી છે.

(12:41 am IST)