Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

29મીએ મોરબીમાં વિવિધ સ્થળે નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે

શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાલય સિવાય બહારના બાળકો માટે સુવર્ણપ્રાશના ટીપાં પીવડાવવાની વ્યવસ્થા

મોરબી :સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટ અને મોરબીની વિવિધ શૈક્ષણિક અને સેવાકીય સંસ્થા દ્વારા પુષ્ય નક્ષત્રના દિવસે શ્રાવણ સુદ એકમ ને તા. 29/7/2022ના દિવસે નિ:શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાંની શિબિરો રાખવામાં આવી છે. આ શિબિરમાં 0 થી 12 વર્ષના બાળકોને લાભ લેવા જણાવાયું છે. શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાલય સિવાય બહારના બાળકો માટે સુવર્ણપ્રાશના ટીપાં પીવડાવવાની વ્યવસ્થા રાખેલ હોય તો અને તો જ વિદ્યાલયનો સંપર્ક કરીને જવું.


ભારતભરમાં પુષ્ય નક્ષત્રના દિવસે 18 રાજ્યોમાં 500 કેન્દ્રો ઉપર 3 લાખથી વધારે બાળકો સુવર્ણપ્રાશનથી લાભાન્વિત થાય છે. આ ટીપાથી બાળકોમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો, પાચનતંત્રમાં સુધારો તથા તાવ, શરદી અને વાયરલ સંક્રમણ(ઇન્ફકશન)થી રક્ષણ મળે છે. બાળકોમાં શારીરિક શક્તિ અને માનસિક શક્તિનો વિકાસ થાય છે. મોરબીમાં 22 કેન્દ્રો પર તા. 29/7/2022ના રોજ નિ:શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવશે. તો શિબિરનો મોરબીના લોકોએ લાભ લેવા વિનંતિ કરવામાં આવી છે. દર પુષ્ય નક્ષત્રના દિવસે નીચે આપેલ કેન્દ્રો પર નિઃશુલ્ક મંત્રૌષધિ સુવર્ણપ્રાશનના ટીપાં પીવવડાવવમાં આવશે.

(1) કલરવ હોસ્પિટલ, શનાળા રોડ,મહેશ હોટલની બાજુમાં, આત્રેય ગર્ભે સંસ્કરણ કેન્દ્ર, મો.8469126767, સવારે-10:00 થી 01:30 બપોરે-03:30 થી 07:00
(2) આયુર્વેદિક જીવન શૈલી,લુહાર જ્ઞાતીની વાડી,પૂજા હોસ્પિટલ વાળી શેરી, મોરબી રાજ પરમાર,મો.97226 66442, સવારે-10:00 થી 01:00 અને બપોરે-04:00 થી 06:00
(3) ડો હર્ષા બહેન મોર, સદભાવના હોસ્પિટલ, જેલ રોડ, ટેલિફોન એક્ષચેન્જની બાજુમાં, મોરબી, સવારે-10:00 થી 12:30 અને બપોરે-04:30 થી 06:00
(4) નરસંગ ટેકરી મંદિર,આયુર્વેદિક દવાખાનું, રવાપર રોડ, મોરબી,મો.98244 30913, સવારે-10:00 થી 01:00
(5) ભારત વિકાસ પરિષદ, વિનુભાઈ મકવાણા, યદુનંદન નગર -3 , ઉમિયા સર્કલ પાસે, મોરબી,મો.97233 79171
(6) ડો કિરણબહેન કાનાબાર, પરષોત્તમ ચોક, સ્મિત વિદ્યાલયની બાજુમાં, રવાપર રોડ, મોરબી, મો.9727700120, સવારે-10:00 થી 12:00 અને બપોરે-05:00 થી 07:00
(7) મયૂરભાઈ દામાણી સુમતિનાથ નગર, વાવડી રોડ
(8) સાર્થક વિદ્યાલય,કેશર ઉદ્યાનની બાજુમાં,મોરબી-2, મો.7041790000, સવારે-09:00 થી 11:00
(9) અભિનવ વિદ્યાલય, રોહન નગર, પંચાસર રોડ, નાની કેનાલ રોડ,મોરબી, સવારે-09:00 થી 11:00
(10) રાંદલ વિદ્યાલય,શિવમ પાકૅ,સામેકાંઠે,મોરબી-2, સવારે-09:00 થી 11:00
(11) સારથી વિદ્યામંદિર, મહેન્દ્રનગર ચોકડી, સી.એન.જી.પંપની સામે, મોરબી-2, પ્રકાશભાઈ વરમોરા, મો.81600 28348, સવારે-09:00 થી 11:00
(12) નવનિમૉણ વિદ્યાલય, વાવડી રોડ, મોરબી, સવારે-09:00 થી 11:00.
(13) સત્યમ. વિદ્યાલય, કિશન પાકૅ,પં ચાસર રોડ, મોરબી, સંદિપભાઈ મો.94293 16530, સવારે-09:00 થી 11:00
(14) નિલકંઠ વિદ્યાલય, રવાપર રોડ, મોરબી, મો.9512295951, 9512295952
સવારે-09:00 થી 12:00 અને બપોરે-03:00 થી 05:00
(15) નવયુગ શૈક્ષણિક સંકુલ, વિરપર(મોરબી), મોરબી રાજકોટ હાઈવે રોડ, “બા”ની વાડી પાછળ, વીરપર
(16) નવયુગ ઈન્ટરનેશનલ પ્રિ સ્કૂલ, રામોજી ફાર્મ, કેનાલ રોડ, મોરબી, મંજુલાબેન પરેચા,મો. 9879294224,

(12:41 am IST)