Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

ઝેરી દારૂકાંડમાં રાણપુર પીએસઆઇએ પણ 11 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે ગોપાલના ગલ્લેથી પોલીસને 5 લીટર કેમિકલ મળ્યુ

બોટાદમાં ઝેરી દારૂકાંડમાં  રાણપુર પીએસઆઇએ પણ 11 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી મહેન્દ્ર ઉર્ફે ગોપાલ ચુડાસમા, પીન્ટુ દેવીપૂજક, વિનોદ ઉર્ફે ફંટો કુમારખાનીયા, સંજય કુમારખાનીયા, હરેશ આંબલીયા, નસીબ છના, રાજુ, અજિત કુમારખાનીયા, ભવાન રામુ, ચમન રસિક અને ગજુ બહેન વડદરિયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 

  બરવાળામાં નોંધાયેલી કલમો હેઠળ જ રાણપુરમાં પણ નોંધાઈ ફરિયાદ જેમાં આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે ગોપાલના ગલ્લેથી પોલીસને 5 લીટર કેમિકલ મળ્યુ હતુ. આરોપી મહેન્દ્ર ઉર્ફે ગોપાલે આ કેમિકલ ચોકડી ગામના પીન્ટુ પાસેથી 10 લીટર લીધુ હતુ. તેમજ ગામના અને ઓળખીતા 11થી વધુ લોકોને છૂટક છૂટક 1200 રૂપિયામાં વેચાણ કર્યું હતુ. જયારે આરોપી પીન્ટુએ વિનોદ, સંજય અને હરેશ પાસેથી 200 લીટર ખરીદ્યુ હતુ. તેમજ 5- 5 લીટરની કોથળીઓ બનાવી ગજુબેન, જટુભા, વિજય સહિતના અનેક લોકોને કેમિકલ આપ્યુ હતુ.

(12:46 am IST)