Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

પાણીનો બચાવ કરીને જીવનમાં આગળ વધીએ :વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નિમાબેન આચાર્ય

રૂ.૮૪૧.૨૧ લાખના ખર્ચે તૈયાર થનાર હેડવર્ક સંપ, પાઇપ લાઈન, ઉંચી ટાંકીનું વિધાનસભા અધ્યક્ષાએ ભૂમિપૂજન કર્યું

 

ભુજ: ભુજ શહેરના ચંગલેશ્વર ખાતે નિર્માણ થનાર હેડવર્ક સંપ, ઉંચી ટાંકી, પમ્પ હાઉસ અને પાઇપલાઇનનું વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યે ભૂમિપૂજન કર્યું હતું

આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યે જણાવ્યું હતું કેભુજ શહેરમાં વિવિધ જગ્યાએ પાણીનો ટાંકા અને સંપ બનાવવામાં આવ્યા છે ત્યારે આપણે પાણીને બચાવીએ ને જીવનમાં આગળ વધીએ કારણ કે  આપણે જરુરીયાત પુરતોજ પાણીનો ઉપયોગ કરીશું તો  ક્યારેય પાણીની ખોટ નહિ વર્તાય .

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભુજ શહેરવાસીઓ માટે હમીરસરનું પણ બ્યુટિફિકેશન કરવામાં આવશે અને તેને પાણીથી ભરવામાં આવશે તેની વહીવટી મંજુરી પણ મળી ગઈ છે. 

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, જે આ નવા પાણીના ટાંકાની મંજૂરી આપણને મળે છે તેમાં આપણા વિધાનસભાના અધ્યક્ષાનો  સિંહ ફાળો છે. વધુમાં તેમણે કહ્યું હતું કે ભૂજ શહેર વાસીઓને પાણીની કોઇ પણ પ્રકારની સમસ્યા ન આવે તે માટે પાણીના  સંગ્રહ માટે વિવિધ સંપ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.

આ પ્રસંગે નગરપાલિકા કારોબારી ચેરમેન જગતભાઈ વ્યાસ, શાસક પક્ષના નેતા અશોકભાઈ પટેલ, વોટર સપ્લાય સમિતિ ચેરમેન ઘનશ્યામભાઈ.સી.ઠક્કર નગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેન મનુભા જાડેજા, દંડક અનિલભાઈ  છત્રાળા, વોર્ડ નં.૧૧ના કાઉન્સિલર સર્વ ધર્મેશભાઈ ગોર, બિંદીયાબેન ઠક્કર, ક્રિષ્ણાબા જાડેજા, અગ્રણી બાલકૃષ્ણ મોતા તેમજ કાઉન્સીલરો, અગ્રણીઓ અને શહેરવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(12:56 am IST)