Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

ગોંડલ ખાંડાધારની સગીરા ઉપર દુષ્કર્મ કરનારને અદાલતે વીસ વર્ષ ની સજા ફટકારી:

ગોંડલ પોકસો અદાલતે વધુ એક વખત ઐતિહાસીક ચૂકાદો જાહેર કર્યો:

ગોંડલ : ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામે ખેતમજુરી કરતા મુળ મધ્યપ્રદેશ ના શખ્સ ને સગીરા પર દુષ્કર્મ કરવા અંગે પોસકો અદાલતે વીસ વર્ષની કેદ ની સજા ફટકારી છે.

પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના ખાંડાધાર ગામની સીમમાં ખેત મજુરી કરતા રાકેશ ઈન્દ્રસીંગ ડામોરે ભોગબનનાર સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લઈ જઈ અવાર નવાર બળજબરીપુર્વક શારીરીક સબંધ બાંધ્યા હતા.બનાવ અંગે સગીરા ના પિતાને  જાણ થતાં તેમણે  રાકેશ ઈન્દ્રસીંગ ડામોર  વિરુધ્ધ ભારતીય દંડ સંહીતાની કલમ ૩૬૩,૩૬૬,૩૭૬(૨)(એ)તથા પોકસો એકટની કલમ ૬ મુજબનો ગુન્હો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવ્યો હતો.   

 બનાવ બાદ પોલીસે આરોપી રાકેશ ઈન્દ્રસીંગ ડામોર ની ધરપકડ કરી  ગુન્હાનું ચાર્જશીટ કરવામાં આવેલ હતું.

ઉપરોકત કેસ પોકસો અદાલત ગોંડલ  ખાતે ચાલી જતા સરકારી વકીલ ઘનશ્યામ કે ડોબરીયા દવારા સરકાર તરફે દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવેલ અને ત્યારબાદ સરકાર તરફે કુલ ૭ સાક્ષીઓને તપાસવામાં આવેલ હતા. આ કેસના મૌખીકપુરાવા અને લેખીત પુરાવાની હકીકતને તેમજ સરકારી વકીલ ડોબરીયાની ધારદાર દલીલો ને લક્ષમાં રાખી  એડીશન્લ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ડી.આર.ભટ્ટે  (સ્પેશયલ જજ પોકસો કોર્ટ) આ કામના આરોપી રાકેશ ઈન્દ્રસીગ ડામોર - વીસ વર્ષની સખત કેદની સજા ફરમાવેલ છે

   
(1:12 am IST)