Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

કોડીનાર તાલુકાના ભારે વરસાદ ના અસરગ્રસ્તો ને સહાય ચૂકવવા કોડીનાર કોંગ્રેસ દ્વારા માંગણી: આવેદનપત્ર અપાયું

સતત વરસાદ ચાલુ રહેતા ખેતરોમાં પાણી ભરાયા અને નાની મોલાતને પાણીની અસર થવાથી કેટલાક ખેતરોમાં મોલ સાવ નષ્ટ પામેલ .

કોડીનાર:કોડીનાર તાલુકામાંચાલુ ચોમાસાની સીઝનમાં ઘણા દિવસોની રાહ જોયા પછી વરસાદનું આગમન થતાં શરૂઆતમાં છૂટો છવાયો વરસાદ થવાથી કાગડોળે વાવણીની રાહ જોતા ધરતીપુત્રો ખુશ થયા અને વાવણીનો જેમ સમય મળ્યો તેમ સૌ ધરતીપુત્રોએ વાવણીનું કાર્ય પૂર્ણ કરેલ . વાવણીનું કાર્ય પૂર્ણ થતા ફરીથી વરસાદ શરૂ થતા અને સતત ૧૭ થી ૧૮ દિવસ જેટલો વ્યાપક અને સતત વરસાદ ચાલુ રહેતા ખેતરોમાં પાણી ભરાયા અને નાની મોલાત ને પાણી ની અસર થવાથી કેટલાક ખેતરોમાં મોલ સાવ નષ્ટ પામેલ છે.તેમજ મોલને નુકશાન થવા પામેલ છે.અને ખેડૂતોની સ્થિતિ ન ઘરના કે ન ઘાટના " જેવી થઈ છે .

  ગત વર્ષે વાવાઝોડાથી ખેડૂતોના બાગ , બગીચા , ઢોરના ઢાળીયા તેમજ ઓરડીનો અને ગેરેજ જેવા અકસ્યામતોને નુકશાન તે ઉપરાંત રવિ પાકને પણ નુકશાન થયેલ જેનું વળતર માટે વખતો વખત રજૂઆતો , ઘરણા , વિરોધ પ્રદર્શનો કરવા છતા નિવેડો આવેલ નથી . દેશમાં અને પ્રદેશમાં હાલ મોંઘવારી અને બેરોજગારી એ પણ માજા મૂકી છે.અને બાકી હતું તેમાં સરકારે ખાધ સામગ્રીમાં પણ વેટ દાખલ કરીને વધુ એક ડામ આપ્યો છે.હાલ દવા , બિયારણ અને ખાતરમાં પણ ભાવ વધારો અસહ્ય કર્યા છે.અને ખેડૂતોની જણસી ને પૂરા ભાવ મળતા નથી.ખેડૂતો દ્વારા ખેતીમાં વપરાતા ટ્રેક્ટરને ડિઝલ સહાય પણ ચૂકવવામાં આવતી નથી . કોરોના ના કારણે પણ ખેડૂતની જણસી ને ગરજના ભાવે વેંચવાની પણ નોબત આવેલ ચાલુ સિઝનમાં થયેલા સતત વ્યાપક વરસાદથી મોલાતને જીવનદાન મળે તેવી કોઈ આશા જણાતી નથી.ખેડૂતલોકો ખુબજ આર્થિક સંક્રામણ છે.અને બાળકોના અભ્યાસ માં ખુબજ અસર આગામી દિવસોમાં શિક્ષણ મોંઘું અને પ્રાઈવેટી કરણ થવાથી થશે.

સરકારમાં આવેદન દ્વારા અમારી સૌ ખેડૂતભાઇઓ અને તેમના વતી અમે સૌ રજૂઆત સહ વિનંતી કરીએ છીએ કે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી નુકશાની નો સર્વે કરાવવામાં આવે અને ખેડૂતો જગતના તાત કહેવામા આવે છે ત્યારે વધુમાં વધુ સહાય કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

 આ તકે કોડીનારમાં ધારાસભ્ય મોહન ભાઈ વાળા,પૂર્વ ધારાસભ્ય ધિરસિંહ ભાઈ બારડ, કે.સી. ઉપાધ્યાય,નગર પાલિકા સભ્યો રમેશભાઈ ચુડાસમા,મહેશભાઈ કામલીયા,ભરતભાઈ કાતિરા,તાલુકા પંચાયત ના સભ્યો,કોંગી આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.

(1:14 am IST)