Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

જસદણ બેઠકનાં ઉમેદવારો દ્વારા બીજી મુદતના ચૂંટણી ખર્ચ રજૂઃ ભોળાભાઈ કરતા કુવરજીભાઈએ ત્રણ ગણો વધારે ખર્ચ કર્યો

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા)  જસદણ તા. ૨૬: જસદણ વિધાનસભા બેઠક માટે ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ બીજા રાઉન્‍ડમાં ચૂંટણી ખર્ચ રજૂ કર્યા હતા.

જસદણ બેઠકના ચૂંટણી અધિકારી રાજેશ જી. આલ સમક્ષ ઉમેદવારોના ખર્ચ એજન્‍ટો દ્વારા ચૂંટણી માટે કરેલા ખર્ચ રજૂ કરવામાં આવ્‍યા હતા. જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાએ તા. ૧૮-૧૧થી તારીખ ૨૨-૧૧ સુધીનો કુલ ૪,૮૯,૧૩૨ નો ખર્ચ રજૂ કર્યો હતો. જેમાં વીંછિયા ખાતે મનસુખભાઈ માંડવીયાની હાજરીમાં કાર્યાલય નાં ઉદઘાટન પ્રસંગે ૧૨૦૦ વ્‍યક્‍તિના જમણવાર ૧૧૦ રૂપિયા મુજબ ૧,૩૨,૦૦૦ , ત્‍યાં સભા માટે સાઉન્‍ડ, મંડપ, ખરશી, સોફા વગેરેના ૨૩૧૩૫, જુદા જુદા ડીજે નાં ૮૦,૦૦૦, ડીઝલ વગેરે નાં ૯૦,૦૦૦ વગેરે દર્શાવ્‍યા છે. આમ કુંવરજીભાઈએ ફોર્મ ભર્યું ત્‍યારથી અત્‍યાર સુધીમાં રૂપિયા ૮,૪૭,૩૧૨ નો ખર્ચ કર્યો છે.

કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહિલે તા. ૧૮ થી તા. ૨૨ સુધીનો કુલ રૂપિયા ૧,૧૬,૪૨૭ નો ખર્ચ રજૂ કર્યો છે.ᅠ જેમાં ચા - પાણીના રૂ. ૪૫૦૦, ડીજે ખર્ચ રૂ. ૮૦૦૦, મંડપ વગેરે ૨૨૫૦, ડ્રાઇવર, ગાદલા ભાડું વગેરે દર્શાવવામાં આવ્‍યા છે. ભોળાભાઈ ગોહિલે ફોર્મ ભર્યું ત્‍યારથી અત્‍યાર સુધીમાં કુલ રૂપિયા ૨,૭૮,૭૫૭

નો ખર્ચ કર્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેજસભાઈ ગાજીપરાએ ફોર્મ ભર્યું ત્‍યારથી અત્‍યાર સુધીમાં કુલ રૂપિયા ૭૩૭૭૪ નો ખર્ચ કર્યો હતો. ચૂંટણી પંચનાં નિયમ મુજબ કુલᅠ ૪૦ લાખની મર્યાદામાં ખર્ચ રજૂ થાય છે બાકી ચૂંટણીમાં મુખ્‍ય બંને પક્ષનાં ઉમેદવારો દ્વારા ચૂંટણી પંચમાં દર્શાવ્‍યા સિવાયનો અનેક ગણો ખર્ચ કરતા હોય છે તેᅠ દરેકᅠ મતદારો જાણતા જ હોય છે.D

(11:29 am IST)