Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ભાવનગરના ઘોઘા રોડ ઉપર થયેલ યુવાનની હત્‍યા કેસમાં પકડાયેલા સાત આરોપીઓને આજીવન કેદ ફરમાવતી કોર્ટ

 

આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતાં. સજાના હુકમ બાદ પોલીસે આરોપીઓની કસ્‍ટડી સંભાળી લીધી હતી.

ભાવનગર,તા. ૨૮: ત્રણ વર્ષ પુર્વે ભાવનગર શહેરના ઘોઘા રોડ ઉપર ચકુ તલવાડી થી આગળ શીવપાર્ક સોસાયટી સામેના રોડ ઉપર એક ૩૫ વર્ષીય યુવાન ઉપર જુના ઝઘડાની દાઝ રાખી ચાર શખ્‍સોએ જીવલેણ હમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત નિપજતા આ બનાવ હત્‍યામાં પરીણામ્‍યો હતો. આ હત્‍યા અંગેનો કેસ ભાવનગરના પ્રિન્‍સીપલ ડોસ્‍ટ્રીક્‍ટ એન્‍ડ સેસન્‍સ જજ આર.ટી.વચ્‍છાણી ની અદ્દાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ, વિગેરે ધ્‍યાને રાખી આ ગૂનામાં સંડોવાયેલા સાત આરોપીઓને આજીવન કેદની સજા અને જુદી જુદી કલમો હેઠળ રોકડા રૂમ. ૪,૨૦,૦૦૦ નો દંડ ફટકાર્યો હતો. આ દંડ પૈકોની ૫૦ ટકા રકમ મરણજનારના વારસદ્દારોને વળતર પેટે ચુકવી આપવા પણ અદાલતે હુકમ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આ કામના મરણજનાર કરશનભાઇ ઉર્ડડે ભાણો લક્ષ્મણભાઇ સાટીયા (ઉ.વ.૩૫, રહે. માલધારી સોસાયટી, ભાવનગર) ને ગત તા. ૧૭/૫/૨૦૧૮ ના રોજ રાત્રીના ૯:૦૦ વાગ્‍યાના સુમારે આ કામના આરોપી કિશોર ઉર્ફે કિશન ધીરૂભાઇ સોલંકી તથા ભરતભાઇ ઉર્ફે આપા આલુભાઇ રાછડ સાથે લડાઇ ઝઘડો અને બોલાચાલી થયેલી ત્‍યારબાદ  મરણજનાર કરશનભાઇ સાટીયાને કારમાંથી બહાર ખેંચી આરોપીઓએ જીવલેણ હુમલો કરેલો અને આડેધડ તલવાર છરીના ઘા કરવા લાગતા ફરીયાદી અજય ઉર્ફે પીટર મરણજનારને બચાવવા જતા અને વચ્‍ચે પડતા તેને પણ માથાના ભાગે તલવાર મારતા તેમને પણ ઇજાઓ પહોંચી હતી.

આરોપીઓએ મરણજનાર તથા ફરીયાદીને ગંભીર ઇજાઓ કરી હતી. કરશનભાઇ સાટીયાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે અમદાવાદની સીવીલ હોસ્‍પીટલમાં દાખલ કરાયેલ અને તેઓને સારવાર દરમ્‍યાન તા. ૧/૮/૨૦૧૮ ના રોજ કરશનભાઇ ઉફે ભાણો લક્ષ્મણભાઇ સાટીયાનું અમદાવાદ સીવીલ હોસ્‍પીટલમાં મોત નિપજતા આ બનાવ હત્‍યામાં પરીણામ્‍યો હતો.

જે તે સમયે આ બનાવ અંગે ફરીયાદી અજયભાઇ ઉર્ફે પીટર જીણાભાઇ મકવાણા એ સ્‍થાનીક ઘોઘા રોડ, પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ (૧) કિશોરભાઇ ઉર્ફે કીશન ધીરૂભાઇ સોલંકી ઉ.વ.૨૨, રહે. પ્‍લોટ નં. ૪૬, પારૂલ સોસાયટી, ફાતીમા કોન્‍વેન્‍ટ પાછળ, ભાવનગર (૨) ભરતભાઇ ઉર્ફે આપા આલુભાઇ રાછડ ઉ.વ.૨૩, રહે. પ્‍લોટ નં. પર, પારૂલ સોસાયટી, ફાતીમા કોન્‍વેન્‍ટ પાછળ, ભાવનગર. (૩) સિધ્‍ધરાજ ઉર્ફે સુર્યા ધીરૂભાઇ માયડા ઉ.વ.૨૮, રહે. પ્‍લોટ નં. ૩૩/એ, પારૂલ સોસાયટી, ફાતીમા કોન્‍વેન્‍ટ પાછળ, ભાવનગર. (૪) સોમાભાઇ ઉર્ફે ચંપુ સુરીંગભાઇ રાછડ .વ.૨૮, રહે. પ્‍લોટ નં. પ૫૨/એ, પારૂલ સોસાયટી, ફાતીમા કોન્‍વેન્‍ટ પાછળ, ભાવનગર (પ) કેવલભાઇ ઉર્ફે માયા દીલીપભાઇ વાઘોસી ઉ.વ.૨૧, રહે. બ્‍લોક નં. બી/૬, રૂમ નં. ૬૯, જુની પોલીસ લાઇન, નવાપરા, ભાવનગર (૬) હાર્દિક ઉમેશભાઇ ઉર્ફે ઉમદદાનભાઇ સોનરાજ ઉ.વ.૨૧,રહે. પ્‍લોટ નં. ૩૬/બી, રજપુતવાડા, શહેર ફરતી સડક, સુભાષનગર, ભાવનગર (૭) સતીષ ઉર્ફે બાલા લખુભાઇ પોસાતર ઉ.વ.૨૦, રહે. પ્‍લોટ નં. ૪૧, પારૂલ સોસાયટી, ફાતીમા કોન્‍વેન્‍ટ પાછળ, ભાવનગર સહિતના સાત શખ્‍સો સામે પોલીસે ઇપીકો કલમ ૩૦૨, ૩૦૭, ૩૨૬, ૩૨૫, ૩૨૪, ૩૪૧, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૨૭, ૨૦૧ તથા જીપીએક્‍ટ કલમ ૧૩૫ મુજબ સહિતનો ગુનો નોંધીયો હતો.

 આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્‍સીપલ ડિસ્‍ટ્રીક્‍ટ એન્‍ડ સેસન્‍સ જજ આર.ટી.વચ્‍છાણી અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ વિપુલભાઇ દેવમુરારીની અસરકારક દલીલો, મૌખીક પુરાવા-૨૧, દસ્‍તાવેજી પુરાવા-૬૭, વિગેરે ધ્‍યાને રાખી આ કામના ઉપરોક્‍ત સાતેય આરોપીઓ સામે ઇપીકો કલમ ૩૦૨ મુજબ ના શિક્ષાપાત્ર ગુનામાં આરોપીઓને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સના અને પ્રત્‍યેક આરોપીને રા. ૨૫ હજારનો રોકડ દંડ આરોપીઓ દંડ ન ભરે તો વધુ ર૨ માસની સના, ઇપીકો કલમ ૩૦૭ મુજબના ગુના સબબ તમામ આરોપીઓને ૧૦ વર્ષની કેદની સજા અને રોકડા રૂા.૨૫ હજારનો રોકડ દંડ આરોપીઓ દંડ ન ભરે તો વધુ ૨દિવસની સજા, ઇપીકો કલમ ૩૨૬ મુજબના ગુના સબબ આરોપીઓને ૭ વર્ષની કેદની સજા અને રોકડા રૂા. ૭ હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ ૨૦ દિવસની સજા, ઇપીકો કલમ ૩૨૫ મુજબના ગુનામાં આરોપીઓને પ વર્ષની સજા અને રોકડા રૂા. પ હજારનો દંડ ન ભરે તો ૧૫ દિવસની સજા, ઇપીકો કલમ ૩૨૪ મુજબના ગુનામાં આરોપીઓને ૩ વર્ષની સજા અને રોકડા રૂમ. ૩ હજારનો દંડ દંડ ન ભરે તો વધુ ૭ દિવસની સજા ઇપીકો કલમ ૪૨૭ મુજબ એક વર્ષની સજા, ઇપીકો કલમ ૧૪૧ મુજબ એક વર્ષની સજા, ઇપીકો કલમ ૧૪૭ મુજબ ૧ વર્ષની સજા, ઇપીકો કલમ ૧૪૮ મુજબ ૨ વર્ષની સજા અદાલતે ફટકારી હતી.

ઉપરોક્‍ત આરોપીઓ પાસેથી વસુલ થયેલ કુલ દંડની રકમ રૂા. ૪,૨૦,૦૦૦ થાય છે. તેમાંથી ૫૦ ટકા રકમ રૂા. ૨,૧૦,૦૦૦ કુલ વસુલ આવેલ દંડની રકમના ૫૦ ટકા રકમ આ કામના મરણજનાર કરશનભાઇ ના કાયદેસરના સીધીલીટીના વારસદારોને વળતર પેટે ચુકવી આપવા અદાલતે હૂકમ કર્યો હતો.

(10:45 am IST)