Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

કચ્‍છની રપ ગૌ માતાઓ ૪પ૦ કિ.મી.નું અંતર કાપીને દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા પહોંચી !!

ખાસ કિલ્લામાં મંદિર દર્શનની મંજુરી

(કૌશલ સવસાણી દ્વારા) ખંભાળીયા, તા. ર૮ :  તાજેતરમાં ગાયોને લમ્‍પી રોગચાળો આવેલો હતો તેમાં કચ્‍છા વિસ્‍તારમાં રહેતા માલધારી બે ગૌભકતોએ પગપાળા ગાયોને દ્વારકાધીશ મંદિરે લઇ જવાની માનતા માનેલી કે દ્વારકાધીશને લોકો માનતા કરતા હોય આવી માનતા લેતા અને તે પુરી થઇ જતા રપ ગૌમાતાને ૪પ૦ કિ.મી. દૂરની કચ્‍છમાંથી દ્વારકા પાંચ ગૌસેવકો પગપાળા લઇને દ્વારકા પહોંચ્‍યા હતા.

દ્વારકાના મંદિરમાં દર્શન કરવા માટે ગૌમાતાઓની ખાસ કિસ્‍સામાં મંજુરી આપતા આ તમામ રપ ગૌમાતાઓ તથા ગૌ સેવકોએ દ્વારકાધીશના દર્શન કરીને તેમની માનતા પુરી કરી હતી. દ્વારકાધીશમાં મંદિરમાંગાયોને દર્શન કરાવવા લઇ જવાના લોકો ઉમટયા હતા.  છેક ૪પ૦ કિલોમીટરની ગાયોને પગપાળા દ્વારકા લઇ જઇને સામુહિક દર્શનનો આ રેકોર્ડ છે.

(1:43 pm IST)