Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

વિસાવદર પંથકનાં લોકો માટે અનિવાર્ય જૂનાગઢથી રાત્રે ૧૦ વાગ્યે ઉપડતી એસ.ટી. બસ પૂર્વવત ચાલુ કરો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૯ : 'ટિમ ગબ્બર' સંસ્થાના કે.એચ.ગજેરા (એડવોકેટ,સુરત) તથા વિસાવદરના ધારાશાસ્ત્રી નયનભાઈ જોશી દ્વારા મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી સહિત સબંધકર્તાઓને લેખિત રજુઆતમાં જણાવેલ છે કે,જુનાગઢથી વિસાવદર આવતી એસ.ટી. બસ રાત્રે ૧૦ વાગ્યે જુનાગઢથી ઉપડી વિસાવદર રાત્રે ૧૧-૩૦ વાગ્યે આવતી એક માત્ર રાત્રિની છેલ્લી એસ.ટી.બસ ચાલતી હતી.જે બસ એસ.ટી. તંત્ર દ્વારા કોરોનાના કારણે બંધ કરવામા આવેલ છે અને તેની જગ્યાએ રાતનાં ૮-૦૦ વાગ્યાનો સમય કરી નાખવામાં આવેલ છે અને તેના કારણે રાતનાં ૮-૦૦ વાગ્યા પછી વિસાવદર આવવાની એક પણ બસની સુવિધા નથી તેનાથી જુનાગઢથી કે અન્ય જગ્યાએથી આવતા મુસાફરો માટે તેમજ દવાખાના માટે જુનાગઢ ગયેલા લોકોને પરત વિસાવદર આવવા માટે આશીર્વાદ રૂપ બસની સુવિધા હતી તે બંધ કરાતા પ્રજાને ખૂબ જ મોટી અગવડતા અને હેરાનગતી ઉભી થયેલ છે આ એસ.ટી.બસ વર્ષોથી ચાલુ હતી અને આ એસ.ટી.બસમાં પૂરતો ટ્રાફિક મળતો હતો એમ છતાં આ બસને બંધ કરી દેવામાં આવેલ છે અને તેનો સમય બદલી નાખવામાં આવેલ છે. આ બસ બંધ થવાથી રાત્રીના જુનાગઢ શહેરથી આવતા ગ્રામ્ય પંથકના લોકોને લાભ મળતો તે બંધ થયેલ છે તથા લોકોને કામ માટે ઉપયોગી એક માત્ર રાત્રિની એસ.ટી બસની સુવિધા હતી તે પણ ઝૂંટવી લેવામાં આવેલ છે આ બસમાં પૂરતો ટ્રાફીક હોવા છતાં બંધ કરી દેવાતા આ વિસ્તારની પ્રજાને ખૂબ જ મુશ્કેલી પડે છે પ્રજાની સુખ સગવડતાં માટે આ બસ ચાલું હતી તે બંધ કરવાથી મુસાફરોને ખુબજ અગવડતા અને હેરાનગતિ ઉભી થાય છે.એક તરફ એસ.ટી.તંત્ર હાથ ઊંચો કરો અને બસ ઉભી રાખી તેમાં બેસવાની જાહેરાત કરી મુસાફરોને આકર્ષવા પ્રયાસો કરે છે.ત્યારે બીજી તરફ એસ.ટી.ના પૂરતા ટ્રાફિક વાળી બસો બંધ કરાતી હોવાની સ્થાનિક લોકોની રજુઆત છે.જે વ્યાજબી હોય તાત્કાલિક આ એસ.ટી.બસને ફરીથી ચાલુ કરી આપવામાં આવે તેવી ટિમ ગબ્બરએ માંગ કરી છે.'નાગરિક અધિકારપત્ર' અન્વયે ત્વરીત કાર્યવાહી કરવા ધારાશાસ્ત્રી નયનભાઈ જોશીએ જણાવ્યું છે.

(12:57 pm IST)