Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

જુનાગઢમાં સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા બેઠા ગરબાની હરિફાઇ ર૧ ટીમોએ લીધો ભાગ

જુનાગઢ : સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના પ્રમુખ રૂપલબેન લખલાણી તેમજ જીવંતિકાબેન દવે કુમુદબેન ઠાકર સહિત તેમની સમગ્ર ટીમ દ્વારા ગઇકાલે ગાંધીગ્રામ સ્થિત ઉનેવાળ બ્રહ્રસમાજની વાડી ખાતે બેઠા ગરબાની પરંપરા જળવાય તેમાટે હરિફાઇ રાખવામાં આવેલજેમાં ર૧ ટીમોએભ ાગ લીધો હતો. રૂપલબેન લખલાણીએ જણાવ્યું હતું કે નવાબી કાળથી ચાલી આવતીબેઠા ગરબાની પરંપરા જુનાગઢમાં હજુ પણ જળવાય રહી છે. નવાબી શાસનમાં બહેનોની આ માન્યતા જળવાય રહે તે માટે ઘરમાં જ બેસીને બહેનો બેઠા ગરબા રજુ કરતી ૭પ વર્ષ જુની નાગર અને ગિરી નારાયણ બ્રાહ્મણ જ્ઞાતિની આ પરંપરાને જાળવી રાખવા સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા ઓપન બેઠા ગરબાનું આયોજન કરાયુ હતુ. જેમાં ર૧ ટીમોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબરના વિજેતાને ૧૦૦૧ અને બીજો નંબર મેળવનારને ૯૦૦ અને ત્રીજા નંબરને ૮૦૦ અને ચોથા નંબરને ૭પ૧  પાંચમો નંબરને પપ૧ તેમજ વધારાના ૬ અને ૭ નંબરના વિજેતાને રપ૧નું ઇનામ તેમજ ભાગ લેનાર તમામને પ્રોત્સાહક ઇનામો અપાયા હતા. ઉપરોકત તસ્વીરમાં બેઠા ગરબા ગાતા બહેનો તેમજ આ હરિફાઇમાં ભાગ લેનાર ટીમ તેમજ વિજેતાઓને પ્રોત્સાહીત કરવા ઉપસ્થિત રહેલા સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પુર્વ પ્રમુખ છેલભાઇ જોષી તેમજ જુનાગઢ સમસ્ત બ્રહ્મસમાજ જીલ્લા પ્રમુખ કે.ડી.પંડયા હસુભાઇ જોષી, ધારાસભ્યના પ્રતિનિધિ મનોજભાઇ ભીખાભાઇ જોષી, આરતીબેન જોષી, ગીતાબેન જોષી, કનકભાઇ વ્યાસ, ગાયત્રીબેન જાની, શૈલેષભાઇ દવે, સીતાબેન દવે સહિતના રોકડ રકમનું કવર આપી સ્પર્ધકોને પ્રોત્સાહીત કર્યા હતા. આ તકે અકિલાના માધ્યમથી આ મહિલા મંડળના અહેવાલો પ્રસિધ્ધ કરાવવા બદલ જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીનું પરશુરામદાદાની છબી આપી સન્માન કરતા રૂપલબેન લખલાણી, પુર્વ આદ્યાશકિતબેન મજમુદાર, આરતીબેન જોષી વગેરે નજરે પડે છે. આ કાર્યક્રમમાં ભરતભાઇ લખલાણી, મુકેશભાઇ મહેતા, યોગેશભાઇ પુરોહીત સહિત બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર :મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:04 pm IST)