Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

લો બોલો... હવે પોલીસ મથકમાં પણ વાહન અસલામત

ખંભાળિયાના પોલીસ સ્ટેશનમાંથી બાઇકની ચોરી

ખંભાળિયા તા.ર૯ : ખંભાળિયાના પોલીસ સ્ટેશનમાં થોડા સમય પુર્વે જુગારના ગુનામાં જપ્ત કરવામાં આવેલ એક મોટર સાયકલ કોઇ તસ્કરો થોડા સમય પુર્વે ચોરી કરીને લઇ ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.

વિગત મુજબ ખંભાળિયા પંથકમાં થોડા સમય પુર્વે કરવામાં આવેલી જુગાર દરોડાની કાર્યવાહી દર મિયાન આરોપીઓ પાસેથી રૂપીયા ૪૦ હજારની કિંમતનું જી.જે. ૩૭.એચ.૩૭૧૪ નંબરનું હીરો કંપનીનું સ્પેલેન્ડર પ્લસ મોટર સાયકલ કબ્જે કરવામાં આવ્યુ઼ હતુ. જપ્ત કરવામાં આવેલું આ મોટર સાયકલ ખંભાળિયા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યું હતુ.

ગત તા.૧૯ ઓગષ્ટથી તા.૪ સપ્ટેમ્બર સુધીના સમય ગાળામાં ખંભાળિયા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલું ઉપરોકત મોયર સાયકલ  કોઇ તસ્કર ચોરી કરીને લઇ ગયા હોવાનું ખુલવા પામ્યુ હતુ. આથી ખંભાળિયાના હેડ કોન્સ્ટેબલ સુર્યદાનભાઇ સંધીયાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસ મથકમાં અજાણ્યા ચોર સામે ગુનો નોંધવામાં  આવ્યો છે. જે સંદર્ભે આગળની તપાસ એ.એસ.આઇ. જે.પી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.

ત્રાસ ગુજારી મારી નાખવાની ધમકી

ખંભાળિયાના નવાપરા વિસ્તારમાં  હાલ રહેતી અને કડિયા મિસ્ત્રી જયંતિલાલ ડાયાલાલ નકુમની ૩૯ વર્ષીય પુત્રી નમ્રતાબેન સંજયકુમાર મિસ્ત્રી દ્વારા અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા તેણીના પતિ સંજયકુમાર ભુપેન્દ્રભાઇ મિસ્ત્રી, સાસુ ભગવતીબેન તથા સસરા ભુપેન્દ્રભાઇ શિવરામ મિસ્ત્રી સામે અહીંના મહિલા પોલીસ મથકમાં ધોરણસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી નમ્રતાબેનને તેણીના લગ્નજીવન દરમિયાન પતિ સંજય દ્વારા અવાર નવા રમારકુટ કરી, ઝઘડા કરીને દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો. આટલું જ નહી, તેણે બિભતસ ગાળો કાઢી ફરિયાદી નમ્રતાબેનને કાઢી મુકી તેણી તથા તેના બાપુજીને મારી નાખવાની ધમકી આપી દીધી હતી. આટલું જાણે ઓછુ હોય તેમ નમ્રતાબેનને ઘર ખર્ચ અંગત ખર્ચ કે તેમના પુત્રની ફી ના પૈસા ન આપી માવતરેથી અવાર નવાર પૈસા મંગાવવાનું કહી, ત્રાસ ગુજારવામાં આવતો હતો. આ વચ્ચે નમ્રતાબેનને તેણીના સાસુ - સસરાએ તારે અહીં રહેવું હોય તો નોકરી કરવા લાગ. તેમ કહીને અવાર નવાર માનસીક ત્રાસ આપી અને પોતાના પુત્રને ચડામણી કરવામાં આવતી હતી.

આ સમગ્ર બનાવ અંગે મહિલા પોલીસે પતિ સહિત ત્રણેય સાસરીયાઓ સામે આઇપીસી કલમ ૪૯૮ (એ) ૩ર૩, પ૦૪, પ૦૬ (ર) તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ગઢેચીનો યુવાન દારૂ સાથે ઝડપાયો

દ્વારકા તાલુકાના ગઢેચી ગામે રહેતા બનેસંગભા બુધાભા સુમણીયા નામના ૩૦ વર્ષના હિન્દુ વાધેર  યુવાનને સ્થાનિક પોલીસે રૂપિયા ર૯પ૦૦ની કિંમતની પ૯ બોટલ પરપ્રાંતી શરાબ ઉપરાંત રૂપિયા ચાર હજારની કિંમતનો એક મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ૩૩૭૧૦ના મુદામાલ સાથે ઝડપી લઇ પ્રોહિબીશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

દ્વારકામાં શંકાસ્પદ યુવાન ઝડપાયો

દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા અને મુળ કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામના રહીશ દેવસી સવાભાઇ બાબરીયા નામના ૪પ વર્ષના યુવાને દ્વારકાના રૂપેણ બંદરની મેઇન બજાર ખાતેથી પોલીસે રાત્રિના સમયે દુકાનોના તાળા તપાસતા શંકાસ્પદ હાલતમાં ઝડપી લઇ તેની સામે કાર્યવાહી કરી હતી.

(1:09 pm IST)