Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

કોડીનારના ૧૦૩ બુથ અને ૬૩ લોકેશન અતિ સંવેદનશીલ જાહેર કરાયા

(અશોક પાઠક દ્વારા) કોડીનાર,તા. ૨૯: કોડીનાર વિધાનસભા બેઠક માટે તાલુકાના ૨૬૩ બુથ પૈકી ૧૦૩ બુથના લોકેશનને અતિ સંવેદનશીલ ગણીને આ તમામ લોકેશન પર અર્ધલશ્‍કરી (આર્મફોર્સ) દળ ઉપરાંત જી.પી.એસ.સિસ્‍ટમ અને સતત વિડીયો રેકોર્ડિંગ તેનાત કરવામાં આવનાર છે ચૂંટણી અધિકારીના જણાવ્‍યા મુજબ લોકો શાંતિથી મતદાન કરે તે જરૂરી છે. મતદાન દરમિયાન બોગસ મતદાન કરનારને પણ છોડવામાં નહીં આવે અને આવા તત્‍વો સામે કાયદાનો ડંડો ઉગામવામાં આવશે અને બોગસ મતદાન કરનાર સામે શિક્ષાત્‍મક પગલાં ભરવા જણાવ્‍યું છે અત્‍યારે ઉલ્લેખનીય છે કે બોગસ મતદાન કરનારને ૧૦ વર્ષની સજાની જોગવાઈ છે કોડીનાર તાલુકાના આ ૬૩ લોકેશન ને સંવેદનશીલ ગણીને આ કાર્યવાહી કરવામાં આવી છે.

(10:25 am IST)