Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

પોરબંદરનું બારમાસી બંદર વિકાસને બદલે મૃતઃપ્રાયમાં ધકેલાયું: પુરતી ગ્રાન્‍ટ છતાં નોંધનીય કામગીરી થતી નથી

જુના બંદરની ડોકયાર્ડ રેલ્‍વે ટ્રેઇક પરિવર્તનમાં વિધ્‍નઃ બંદર વિસ્‍તારમાં રાત્રીના લાઇટ તેમજ શૌચાલય આરોગ્‍ય કેન્‍દ્ર જેવી પ્રાથમીક સુવિધા માટે ધ્‍યાન અપાતુ નથી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૯: થોડા સમય પહેલા ધારાસભ્‍યએ વિધાનસભા મતના વિકાસના કામોની યાદી બહાર પાડી અને છેલ્લા સાડા ચાર વર્ષમાં રૂા. ૩પ૦૦ પાંત્રીસોથી વધુ માતબર રકમના વિકાસના કામોની હારમાળાનું સર્જન કરી મતદારો ભ્રમણા ઉભી કરવા જે પ્રયાસ કર્યો છે. તેની નોંધ લેવી જરૂરી છે ત્‍યારે સવાલ એ ઉપસ્‍થીત થાય છે કે આ પુર્વે સરકારના કોઇ પણ ધારાસભ્‍યે વિકાસના કામો નહી કર્યા હોય?

વર્તમાન ધારાસભ્‍યશ્રી વિકાસના કામ કર્યાનું ગણીત બહાર પાડયુ ત્‍યારે પોરબંદર તાલુકાના સમગ્ર જીલ્લાના પ્રબુધ્‍ધ નાગરીકોએ જાણવા અને સમજવાની અપેક્ષા રાખે છે કે ગુજરાતના ભાજપ સરકારના પ્રથમ વડાપ્રધાન અને વર્તમાન કેન્‍દ્રના વડાપ્રધાનશ્રી અને ગુજરાત વિધાનસભા ર૦રરની ચુંટણીના સર્વોચ્‍ચ સ્‍ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્‍દ્રભાઇએ ગુજરાતના વાઇબ્રન્‍ટ ર૦ર૩ અન્‍યે રાષ્‍ટ્રપિતા પૂ. મહાત્‍મા ગાંધીજી અને ભકત સુદામાની ભુમી પોરબંદર જીલ્લાના ત્રણ એમ.ઓ.યુ. બહાર પાડી મંજુર કર્યા તેમાનો એક પણ એમ.ઓ.યુ. ઉદ્યોગનો આવેલ નથી કે તેની જગ્‍યા ફાળવવામાં આવી નથી. ત્‍યારે ખાતમુહુર્તની વાતો દુર રહેલ છે.

કરોડો રૂપીયાના ખર્ચે પોરબંદરનું સીઝની બંદર બારમાસી બંદર  તરીકે વિકસીત કર્યુ. મધ્‍યકક્ષા બંદર દેશ વિદેશના વ્‍યાપારથી સાંકળવામાં આવ્‍યું. તેના બદલે આ બંદરને મૃતપાય હાલતમાં છોડી દીધુ વિકસાવવાની વાત થતી નથી. માત્ર મત્‍સ્‍યઉદ્યોગ ફીશરીઝ હાર્બર તરીકે વિકાસ કરવાની તેના ખર્ચે મંજુર થાય છે તે પ્રમાણે સવલત વિહોણીક શા માટે રાખ્‍યું?  પોરબંદર ભાગ્‍યશાળી છે કે તેમને બે જેટ્ટી મળી જુની રાજયના સમયની બીજી સૌરાષ્‍ટ્ર-ગુજરાત રાજયના સમયની તેને પણ મુર્ચ્‍છીત કરી માત્ર વિકાસ શબ્‍દનો પ્રયોગ ભરમાવે છે.

સને ૧૯૮પ-૮૬ પોરબંદર રેલ્‍વે ગેજ પરિવર્તનની કામગીરી હાથ ધરાઇ પરંતુ બંદરીય કામગીરી રહી ગયેલ. તે જનતાપક્ષની સરકારમાં મંજુર થયેલ ઉતરોતર સરકારે પોરબંદર જુની જેટ્ટી બંદર નવા જેટ્ટી બંદર પર બીજી (બ્રોડગેજ) ટ્રેક નાખવા રૂા. ર૦ કરોડ ઉપરાંત રકમ જે તે સમયે મંજુર કરેલ. તેને જાણ લાગતા વળગતાને કરાયેલ. હજુ સુધી આ કામગીરી આગળ વધી નથી તેનું કારણ શું? વિકાસના કાર્યમાં અવરોધ રેલ્‍વે દ્વારા બે વાર નોટીસ આપી સંતોષ માન્‍યો. જીલ્લા મેજીસ્‍ટ્રેટ જાહેરનામુ પ્રસિધ્‍ધ કરી આપ્‍યું.

મેરી ટાઇમ બોર્ડ જીએમબી એ પોતાના હિસ્‍સાનો ફાળો રેલ્‍વે બોર્ડમાં જમા કરાવી દીધેલ છે. બે ટર્મ રાજયકક્ષાથી લઇ પુર્ણ કક્ષાના કેબીનેટ મંત્રીશ્રી તરીકે જવાબદારી નિભાવી પરંતુ પોરબંદરના બારમાસી બંદર જ મુર્ચ્‍છીત ડાક ઝોનમાં ફેરવાયેલ તેને ડાર્કઝોનમાંથી બહાર લાવવા કોઇ પ્રયત્‍ન કર્યો નથી કે વ્‍યાજબી કારણ શું ? જો પોરબંદર બારમાસી બંદર તરીકે કાર્યરત બની જાય તો શ્રમીક ખારવા જ્ઞાતિના પુરૂષ-ષાી બાળકો તેમજ તાલુકા-જીલ્લાના શ્રમીકોને રોજીરોટી મળી રહે તેના બદલે  તેના બદલે ઉલ્‍ટી ગંગા વહેતી થઇ. જુના નવા બંદરમાં ભરપૂર પરાક્રમી સાથે  અસામાજીક માથાભારે વ્‍યકિતનો અનઅધિકૃત કબજો ધરાવે છે. માલીકી ધોરણે રહે છે.

આજથી આશરે ૩૨ વર્ષ પહેલાં પોરબંદર સહષા શતાબ્‍દી ઉત્‍સવ-નામકરણ દીનની ઉજવણી કરવામાં આવી વર્તમાન પ્રતિવર્ષ નિયત તારીખ અને દિવસે કરાય તો  ત્‍યારે આ ઉત્‍સવ સમિતિના કાર્યકારી પ્રમુખ અને પોરબંદર નગર પાલિકાના પુર્વ પ્રમુખ સ્‍વ. રમેશભાઇ હિંગલાજીયાએ  બિરલા ફેકટરી સામે આવેલ-ચોપાટી-બિરલા સાગર સમુદ્રમાં મરીન પાર્ક બનાવવા પ્રવાસન સ્‍થળ તરીકે વિકસાવવા તથા બિરલા સાગરથી ગોસા બારા સુધી શીપીંગ યાર્ડ બનાવવા પોરબંદરના વિકાસ માટે ગુજરાત સરકાર પાસે માંગણી કરેલ. તે સમયે વર્તમાન ધારાસભ્‍યશ્રી કેબીનેટ મંત્રી પદે રહેલ તેઓશ્રીએ સહાનુભૂતિપુર્વક સકારાત્‍મક મરીન પાર્ક-શીપીંગ યાર્ડ બનાવવા સંમતિ દર્શાવેલ સુયોગ્‍ય પ્રતિભાવ આપેલ. પાછળ સુરસુરીયું થયું તે પણ નોંધનીય છે.

પોરબંદર જીલ્લામાં રાણાવાવ તાલુકામાં ખનીજ સંપતિ ઉદ્યોગ તથા સિમેન્‍ટ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ કાર્યરત  છે પરંતુ પોરબંદર રાણાવાવ-કુતિયાણાના નવા ચુંટાનાર ધારાસભ્‍યશ્રીઓએ પોતાના સંયુક્‍ત પ્રયાસથી જાહેર હિતાર્થે પક્ષા-પક્ષી અને મંત-મંતાતર ભૂલી અને રાણાવાવના સર્વે નંબર આવેલ. આ શેઠ  નાનજીભાઇ કાલીદાસ મહેતા ટ્રસ્‍ટ હૃદયરોગની હોસ્‍પિટલ પુનઃ કાર્યરત કરવાની સરકાર હસ્‍તક આ હોસ્‍પિટલની જમીન ૧૮ વિઘા પાછી મેળવી લીધેલ  છે. તે પરત કાર્યરત કરવાની જવાબદારીઓના ફરજથી  તેમજ માનવતાના ધોરણે પ્રાપ્‍ત કરવાની  રહે છે કે હોસ્‍પિટલ પાસે આર્થીક  ભંડોળ પણ છે. હાલ જાણકારી મુજબ સૌરાષ્‍ટ્ર સિમેન્‍ટ ફેકટરી પ્રા.લી.ના હસ્‍તક છે. તેના વ્‍યાજની આવક વિગેરે હિસાબ ઓડીટ જાહેર થતો નથી. આ હોસ્‍પિટલને પુનઃ જીંવત કરવા દાતાશ્રીઓ સક્રીય છે પરંતુ  પોરબંદર જીલ્લા કલેકટરશ્રી પણ આ પ્રશ્‍ને ગંભીર નથી. લોકોને સુખાકારી અંગે અનેક રજુઆત થયેલ હોવા છતાં મૌન સેવી ગયેલ છે.

(1:19 pm IST)