Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

મોરબી નવયુગ સંકુલમાં વિદ્યાર્થીઓને આગ પર કાબુ મેળવવા અને બચાવ કામગીરી વિષે ટ્રેનીંગ.

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે ફાયર વિભાગની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ફાયર સેફટીની ટ્રેનીંગ આપવામાં આવી હતી
નવયુગ એનસીસી સ્કૂલમાં મોરબી ફાયર વિભાગના સ્ટેશન ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા, લીડીંગ ફાયરમેન મહાદેવ ઠાકોર, ભાગ્યરાજસિંહ જાડેજા, ચિરાગભાઈ જોષી, હિતેશભાઈ મેટાલીયા, સંજયભાઈ મેટાલીયા, મનોજભાઈ ગરવા અને કૈલાશભાઈ જાદવ સહિતની ટીમે વિદ્યાર્થીઓને ટ્રેનીંગ આપી હતી જેમાં આગ લાગવાના બનાવમાં આગ પર કેવી રીતે કાબુ મેળવવો, તેમજ આગના સમયે બિલ્ડીંગમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી વિષે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

(9:00 pm IST)