Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

કચ્છના ખેડોઇ ગામે રામદેવપીર મંદિરમાં ૧૦ કિલો ચાંદીના સિંહાસન સાથે રૂ. ૩.૬૭ લાખની ચોરી

લોકોમાં ભારે આક્રોશ વચ્ચે પોલીસ તપાસનો ધમધમાટ : અજાણ્યા શખ્સોની શોધખોળ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩૦ : કચ્છમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમા થયેલી મોટાભાગની ઘરફોડ તેમ જ મંદિર ચોરીઓનો ભેદ ઉકેલાયો નથી. ત્યાં ફરી એકવાર મંદિરમાં થયેલી ચોરીએ પોલીસની દોડધામ વધારી દીધી છે.

કચ્છના અંજાર તાલુકાના નાની ખેડોઈ ગામે આવેલ રામદેવપીરના મંદિરમાં રવિવાર અને સોમવારની રાત્રિ દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો. ૭૩ વર્ષિય પૂજારી ખીમજીભાઈ બોખાણી નિત્યક્રમ મુજબ પરોઢે પાંચ વાગ્યે મંદિરની સેવા-પૂજા કરવા ગયા ત્યારે બંને ગેટના તાળાં તૂટેલાં હતા. પડોશમાં રહેતાં લોકોને જગાડી મંદિરમાં તપાસ કરતાં તસ્કરો અઢી લાખની કિંમતનું દસ કિલોગ્રામ ચાંદીનું સિંહાસન, ૨ કિલો ૭૦૦ ગ્રામ ચાંદીના અન્ય પાંચ છત્ત્।ર અને સાડા બાર ગ્રામનું સોનાનું એક છત્ત્।ર ચોરી ગયાં હતા. ૩.૬૭ લાખની ચોરીના આ બનાવ બાદ લોકો એકઠા ગઈ ગયા હતા.

ચોરીના બનાવને પગલે લોકોમાં ભારે રોષ છવાયો હતો. દરમ્યાન પોલીસે અજ્ઞાત શખ્સો સામે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:01 am IST)