Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ભાવનગરના અલંગના ગરીપરાના યુવાનને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના સાતેક ઘા મારી ફેંકી દીધો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૩૦ : ભાવનગર જિલ્લાના અલંગ રૂરલ પોલીસ મથક નીચે આવતા ગરીપરા ગામનો યુવક ગતરાત્રે પોતાના મિત્રો સાથે બેસવા ગયો હતો.આજે સવારે દસેક વાગ્યા ના અરસામાં યુવકના પરિવાર જનોને લોહીલુહાણ હાલતે યુવક પડ્યો હોવાની જાણ થતાં ભાવનગર સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ.જયાં યુવક ની બેભાન છે.સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળેલ છે.

ગરીપરા ખાતે રહેતો મુન્નાભાઈ ભુથાભાઈ સોલંકી ઉ.વ ૩૫ ગઈકાલ રાત્રે પોતાના મિત્રો સાથે બેસવા ગયેલ.બાદ આજે સવારે મૂંનો લોહી લુહાણ હાલતે પડ્યો છે તેવું જાણ સવારે આશરે દસેક વાગ્યે થઈ હતી. ગંભીર હાલતે ભાવનગર ખસેડવામાં આવેલ. બનાવ અનુસંધાને અલંગ પો.ઇ.ડી.પી.પટેલ સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયેલ. જયાં યુવક ને માથામાં તીક્ષ્ણ હથિયાર ના જીવલેણ કહી શકાય તેવા સાત આઠ ઘા મારેલ હોય સ્થિતિ નાજુક અને બેભાન હાલત હોવાનું જાણવા ખુલવા પામેલ છે.યુવક ઉપર કયાં કોણે અને કયાં કારણોસર હુમલો કરવામાં આવ્યો તે બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:01 am IST)