Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

બોટાદ જિલ્લા પોલીસ દ્વારા જીવન જરૂરી સામગ્રી અને ધાબળાનું વિતરણ

વિધવા - વિધુરોને લાભ : કુંડળધામ મંદિર સહયોગી

બોટાદમાં જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને કુંડળધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા યોજાયેલ રાશન અને ધાબળા વિતરણ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોની તસ્વીર.

કુંડળધામ તા. ૩૦ : પરમ પૂજય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી સુપ્રસિદ્ઘ તીર્થ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામ (બોટાદ) દ્વારા અપાયેલા આર્થિક સહયોગથી એક સો જેટલા નિઃસંતાન તેમજ વિધવા મહિલાઓ અને વિધુર વડિલોને રાશન કીટ તથા બ્લેન્કેટનું વિતરણ કરાયું હતું. બોટાદ પોલીસ દ્વારા મહિલા પોલીસ સ્ટેશન ખાતે જરૂરિયાતમંદોને સહાયતાનું આ વિતરણ કરાયું હતું.

બોટાદ જિલ્લા પોલીસ દાદા-દાદીના દોસ્ત પ્રોજેકટ અંતર્ગત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જિલ્લા બ્રાન્ચ બોટાદના સહયોગથી આ સમગ્ર વિતરણ કાર્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોટાદ જીલ્લા પોલીસવડા હર્ષદ મહેતા તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી શ્રી કિશોરભાઇ શાહ એવં અન્ય મહાનુભાવોના હસ્તે આ વિતરણ કરાયું હતું.

એક સો જેટલા વિધવા – વિધુર વડિલોએ રાશન કીટ તથા બ્લેન્કેટ પ્રાપ્ત કરી શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ તથા બોટાદ જિલ્લા પોલીસ - સુરક્ષા સેતુ સોસાયટી એવં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનો આભાર વ્યકત કર્યો હતો.

(12:34 pm IST)