Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

મોરબીમાં અફીણના જથ્થા સાથે બે પકડાયા

એસઓજી ટીમે લાખુભા ઝાલા અને ભૈરોબકસ ગરવાલને ૩૧૦ ગ્રામ અફીણના જથ્થા સાથે ઝડપી લીધા : રમુભા ગઢવીનું નામ ખુલતા શોધખોળ

તસ્વીરમાં અફીણના જથ્થા સાથે પકડાયેલ બંને શખ્સો નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩૦ : મોરબીના લીલાપર રોડ પર સાત હનુમાન સોસાયટીમાં રહેણાંક મકાનમાં અફીણનું વેચાણ થતું હોય મોરબી એસઓજી ટીમે દરોડો પાડીને ત્યાંથી ૨ શખ્સોને અફીર્ણીના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એસઓજી પી આઈ જે એમ આલ સહિતની ટીમ જીલ્લામાં ગેરકાયદેસર નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઇસમોને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હોય દરમિયાન એસઓજી ટીમના મહાવીરસિંહ પરમારને બાતમી મળી હતી કે મોરબીના લીલાપર રોડ પર સાત હનુમાન સોસાયટી બ્લોક ૮૪ અને મૂળ પંચાસર ગામનો વતની લાખુભા મહોબતસિંહ ઝાલા પોતાના મકાનમાં અફીણનું વેચાણ કરે છે અને આરોપી ભૈરોબકસ રાજકુમાર ગરવાલ રહે- હાલ મોરબી કાલિકા પ્લોટ ગુરૂદ્વાર રામસિંગ સરદારજીના મકાનમાં અને મૂળ ઉતરપ્રદેશ ત્યાં અફીણ ખરીદવા ગયેલ હોવાની બાતમીના આધારે એસઓજી ટીમે દરોડો પાડી આરોપી લાખુભા ઝાલાના મકાનમાંથી અફીણ ૩૧૦ ગ્રામ કીમત રૂ.૩૧,૦૦૦ તથા રોકડ રૂ.૧૦,૧૬૦ તથા મોબાઈલ નંગ-૨ કીમત રૂ.૫૫૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ. ૪૬,૬૬૦ ના મુદામાલ સાથે આરોપી લાખુભા ઝાલા અને ભૈરોબકસ ગરવાલને ઝડપી પાડી એનડીપીએસ એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તો સુરેન્દ્રનગર જીલ્લાના બાવળી ગામે રહેતો રમુભા ગઢવીનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા વધુ તપાસ ચલાવી છેઙ્ગ તો આ બનાવ અંગે વધુ તપાસ માળિયા પીએસઆઈ એન એચ ચુડાસમા ચલાવી રહ્યા છે

મોરબી એસઓજી ટીમની આ કામગીરીમાં પી આઈ જે એમ આલ, રણજીતભાઈ બાવડા, રસિકભાઈ કડીવાર, સબળસિંહ સોલંકી, મહાવીરસિંહ પરમાર, મુકેશભાઈ જોગરાજીયા, સતીશભાઈ ગરચર, પ્રિયંકાબેન પૈજા, સંદીપભાઈ માવલા અને ચકુભાઈ દેવસીભાઈ કરોતરા સહિતની ટીમે કરેલ છે.

(12:37 pm IST)