Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ધારીની સીમમાં સોલાર પેનલની ચોરી કરનારા હીમખમડીપરાના ર શખ્સો ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૩૦ :.. ધારીની સીમમાં સોલાર પેનલની ચોરી કરનાર જયેશ ઉર્ફે જયુ બાલાભાઇ ડાભી ઉ.ર૧, અને પ્રમોદ ભરતભાઇ બજાણીયા ઉ.ર૧, રહે. ધારી, હીમખમડીયા, તા. ધારી, જી. અમરેલીને સોલાર પ્લેટ કુલ નંગ-ર૦, કિં. રૂ. ૪૦,૦૦૦ તથા સોલાર સેટનું સ્ટાર્ટર, જેની કિં. રૂ. પ,૦૦૦ તથા સબમર્સીબલ પંપ ચાલુ કરવાનું સ્ટાર્ટર કિં. રૂ. પ,૦૦૦ કિં. રૂ. પ૦,૦૦૦ નો મુદામાલ સાથે ઝડપી પાડેલ છે. ધારીથી સરસીયા ગામ તરફ જવાના રસ્તે સરસીયા જંગલ તરીકે ઓળખાતી સીમમાં ઘનશ્યામભાઇ પોપટભાઇ સોજીત્રા ઉ.પ૦, ધંધો ખેતી, રહે. ધારી હરીપરા ગેઇટ નં. ૩ ની સામે, તા. ધારી જિ. અમરેલીનાઓની વાડીએ ફીટ કરેલ સોલાર પ્લેટ નંગ-ર૦, કિ. રૂ. ૪૦,૦૦૦ તથા સોલાર સેટનું સ્ટાર્ટર, જેની કિં. રૂ. પ,૦૦૦ એમ કુલ કિં. ૪પ,૦૦૦ ના મુદામાલની ચોરી કરી હતી.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ. સી. બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર. કે. કરમટા, પો. સ. ઇ. પી. એન. મોરી તથા એલ. સી. બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(12:46 pm IST)