Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

બાબરાના કરીયાણા ગામે સોનલ માતાજીનો ૯૮મો પ્રાગટ્ય દિન ઉજવવા તૈયારી

(દિપક કનૈયા દ્વારા) બાબરા,તા. ૩૧: ચારણ ગઢવી સમાજના નુતન વર્ષ ૪ જાન્યુઆરીના દિવસે સર્વે સમાજ સ્વીકૃતઙ્ગ સામાજિક આધાર સ્તંભ દેવી તત્વ આઈ શ્રી સોનલ માતાજી મઢડાના ૯૮માં પ્રાગટય દિવસની બાબરા તાલુકાના કરીયાણા ગામે સમસ્ત ગ્રામજનોના આયોજનથી સોનલબીજની ઉજવણી કરવા તૈયારી હાથ ધરવામાં આવી છે ગ્રામ્ય વિસ્તારમાં અબીલ ગુલાલ છોળ અને ઢોલ ત્રાસ શરણાઈના સુર થી માતાજીના ગુણગાન સાથે સમસ્ત ગ્રામજનો માટે ભોજન પ્રસાદનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે.

પ્રાતઃ સ્મરણીય આઈ શ્રી સોનલ માતાજી ના અનેક જીવંત પ્રસંગો કરીયાણાઙ્ગ રાજવી સ્વ.દરબાર શ્રી વિરાભાઈ રામભાઈ ખાચર પરિવાર પાસે સચવાયેલા છે

દ.શ્રી સિધ્ધરાજભાઈ ખાચર તથા એડવોકેટ દ. અશોકભાઈ ખાચર ના જણાવ્યા મુજબ આઈ માતાજી શ્રી સોનબાઇ વિશ્વમાં શિક્ષણ વિદ્યા થકી સમાજ ઘડતર અને સહિત કુરિવાજો અંધ શ્રદ્ઘાને જાકારો આપવા પંકાયેલા હતા.

જૂનાગઢ બાબી હકુમત વખતે માતાજીના સ્થાયી પરગણામાં બલી પ્રથાનાબુદ રાખવા બાબી સ્લતનતે માતાજીને કોલ આપ્યો હતો તે તેના સામર્થ્ય નો બેનમૂન ઇતિહાસ કહી શકાય.

બાબરા તાલુકા ના છેવાડાના કરીયાણા ગામે માતાજીની પ્રેરક ઉપસ્થિતિ માં રાજવી પરિવાર દ્વારા અનેક ધર્મોત્સવ ઉજવાયા હતા તેની ૬૫ વર્ષ પહેલાં ની તસ્વીર માં આઈ શ્રી સોનબાઇ માતાજી સાથે સેવકગણ વૃંદમાં કરીયાણા દરબાર સ્વ.વીરાભાઈ ખાચર પણ દ્રષ્ટિગોચર થાય છે.

કરીયાણા ગામ સમસ્ત યોજાનારા ધર્મોત્સવમાં પધારવા સૌ ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

(12:55 pm IST)