Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

જસવંતગઢ નજીક વિદેશી પિસ્તોલ, તમંચા કાર્તુસ સાથે ચાર શખ્સો કાર સાથે ઝડપાઇ ગયા

હથિયારોની લે-વેચ માટે ભેગા થયેલા ઇસમો ઉપર અમરેલી LCB ત્રાટકી

(અરવિંદ નિર્મલ દ્વારા) અમરેલી તા. ૩૧ : ગુજરાત રાજયના પોલીસ વડા આશિષ ભાટીયા ગેરકાયદેસર શસ્ત્રોનું ઉત્પાદન ઉપયોગ સંગ્રહ વેચાણ તથા હેરાફેરી અંગે કાર્યવાહી કરવા તા.૧પ/૧ર/ર૦ર૧ થી તા. ૩૧/૧ર/ર૦ર૧ સુધી સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય. પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે અમરેલી જિલ્લાના નાગરીકો ભયમુકત રીતે જીવન જીવી શકે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો રાખનાર તથા અગ્નિશસ્ત્રોના વેચાણા હેરા-ફેરી અને સપ્લાયની ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય તેવા શંકાસ્પદ ઇસમો ઉપર વોચ ગોઠવી ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો પકડી પાડવા સુચના આપેલ જે અન્વયે અમરેલી એલ.સી.બી.ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.કે. કરમટા તથા પો.સ.ઇ.પી.એન.મોરી તથા એલ.સી.બી.ટીમને હકીકત મળેલ કે અમરેલી બાબરા રોડ ઉપર જસવંતગઢના પાટીયા પાસે આવેલ હોટલના ગ્રાઉન્ડમાં કેટલાક  શંકાસ્પદ ઇસમો ભેગા થયેલા છે અને તેઓની પાસે ગે.કા.વગર લાઇસન્સના અગ્નિશાસ્ત્રો તથા કાર્ટીસો છે અને તેઓ આ હથીયારો તથા કાર્ટીસો ખરીદ વેચાણ કરવાના છે. તેવી હકીકત વાળી જગ્યાએ છાપો મારી ગેરકાયદેસર હથિયારોની ડીલીંગ કરતા કુલ ચાર ઇસમોને વિદેશી બનાવટની રિવોલ્વર સહિતના પ્રાપઘાતક ફાયર આર્મ્સ તથા એમ્યુનેશન સાથે પકડી પાડવામં સફળતા મેળવેલ છે

પકડાયેલ આરોપીઓ (૧) હરેશભાઇ પરશોતમાઇ પંડયા ઉ.પ૦ રહે ચિતલ, પોલીસ ચોકીની પાછળ, (ર) મનિષભાઇ હરેશભાઇ પંડયા ઉ.રર રહે.અમરેલી મોહન નગર, વિવેક સ્કુલની બાજુમાં (૩) જયપાલસિંહ ફોરજસિંહ ચૌહાણ, ઉ.૩૯ રહે. હાલ લાઠી આલમગીરી પાસે મુળ

 રહે. મનોના તા.બાહ. જિ. આગરા (ઉતર પ્રદેશ) (૪) સુજાનસિંહ બનવારીલાલ કુસવાહ, ઉ.૩૩ રહે. સુદામડા બસ સ્ટેન્ડ પાસે. તા સાયકલ મુળ રહે મનોના પાસેથી

(૧) એક વિદેશી બનાવટની રીવોલ્વર (અગ્નિશસ્ત્ર),  MADE IN ENGLAND  લખેલ, કિ. રૂા. ર૦,૦૦૦, (ર) દેશી હાથ બનાવટના હેમર વાળા તમંચા (અગ્નિશસ્ત્ર) નંગ-ર, કિ. રૂા. પ,૦૦૦ (૩) નાના મોટા જીવતા કાર્ટીસ નંગ-૮૬, જેની કુલ કિ. રૂા. ૪,૩૦૦ (૪) મોબાઇલ  ફોન નંગ-૩, કિ. રૂા. ૧૦,પ૦૦ (પ) એક સફેદ કલરની મારૂતિ સુઝૂકી વીટારા બ્રેઝા ફોર વ્હીલ કાર, રજી. નં. જીજે-૧૪-એકે ૮૪૮૪, કિ. રૂા. પ,૦૦,૦૦ મળી કુલ કિં. પ,૩૯,૮૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે.

પકડાયેલ આરોપીઓ હરેશભાઇ પરસોતમભાઇ પંડયા તથા મનીષભાઇ હરેશભાઇ પંડયા વિરૂધ્ધ અમરેલી તાલુકા પો. સ્ટે. એ-પાર્ટ-ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪ર૧૧૩૧૬-ર૦ર૧, આઇપીસી ક. ૩ર૪, ૩ર૩, પ૦૬ (ર), પ૦૪, ૧૧૪ તથા જી. પી. એ.સી.ટી. કલમ ૧૩પ મુજબનો ગુનો તા. ર૩-૧ર-ર૦ર૧ ના રોજ નોંધાયેલ હતો. જે ગુનાના કામે ઉપરોકત બંને આરોપીઓ નાસતા ફરતા હતાં.

ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો તથા એમ્યુનેશન સાથે પકડાયેલ ચારેય ઇસમો વિરૂધ્ધ આર્મ્સ એકટ  હેઠળ કાર્યવાહી કરી, આરોપીઓ અને મુદામાલ વધુ તપાસ અર્થે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

(1:09 pm IST)