Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

લીલાપર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા ટેસ્ટ, ટ્રેક્ટ તથા ટ્રીટમેન્ટ આ ત્રિશૂળ સિદ્ધાંતની અમલવારી

મોરબી :દેશ અને રાજ્યમાં પ્રવર્તી રહેલ covid-19 રોગચાળાનાં કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે તેમજ આ રોગમાં એક અલગ પ્રકારનો વેરીએન્ટ ઑમિક્રોનના કેસો પણ રાજ્યમાં નોંધાઈ રહ્યા છે જેને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે

રાજ્યમાં શાળા કોલેજ શરૂ કરવામાં આવેલ છે જેમાં સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ચુસ્ત પાલન થાય તે જરૂરી છે વિદ્યાર્થીમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર લીલાપર ખાતે મેડિકલ ઓફિસ ડો. ડી.વી. બાવરવા,તથા આયુષ્ મેડિકલ ઓફિસરડો. જે. જે. રામાવત ની સૂચના પ્રમાણે સીએચઓ ડો. હિરલ ઓઝા, સીએચઓ સુરભીબેન ભટાસણા તથા mphw ગોસાઈ અક્ષયગીરી દ્વારા ટેસ્ટ, ટ્રેક્ટ તથા ટ્રીટમેન્ટ આ ત્રિશૂળ સિદ્ધાંતની અમલવારી કરી લીલાપર સ્કૂલમાં કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું જેથી સંક્રમિત દર્દીની ઓળખ કરીને સમયસર યોગ્ય સારવાર આપી સકાય

(11:19 pm IST)