Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ભારતને હરાવ્યા બાદ જ પાકિસ્તાનને ગતિ મળીઃ શોએબ મલિક

નવી દિલ્હી: ICC T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું. આ અંગે પાકિસ્તાનના દિગ્ગજ બેટ્સમેન શોએબ મલિકે મંગળવારે કહ્યું કે વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમને હરાવ્યા બાદ અમને ટૂર્નામેન્ટમાં ગતિ મળી છે. પાકિસ્તાને 24 ઓક્ટોબરે પોતાની સુપર 12ની શરૂઆતની મેચમાં ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. આ જોરદાર જીત બાદ બાબર આઝમની આગેવાની હેઠળની ટીમે મેળવેલી ગતિને ચાલુ રાખીને, પાકિસ્તાને ન્યુઝીલેન્ડને પણ હરાવ્યું. હવે મંગળવારે પાકિસ્તાનની નજર નામિબિયાને હરાવીને વધુ બે પોઈન્ટ મેળવવા અને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા પર રહેશે.સુપર 12માં ન્યૂઝીલેન્ડ સામેની બીજી મેચમાં પાકિસ્તાનની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર મલિકે કહ્યું, “જ્યારે તમે તમારી ટૂર્નામેન્ટની શરૂઆત કરો છો અને મોટી ટીમ સામે જીત મેળવો છો, ત્યારે સમગ્ર ડ્રેસિંગ રૂમનું વાતાવરણ બદલાઈ જાય છે."મને લાગે છે કે ભારત સામે જીત નોંધાવીને, અમને તે ગતિ મળી છે. અમે તેને અકબંધ રાખીને ટુર્નામેન્ટમાં સારો દેખાવ કરવાનો પ્રયાસ કરીશું

 

(4:48 pm IST)