Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

શોએબ મલિક બાદ વધુ એક પાકિસ્તાની ક્રિકેટર હસન અલી બન્યો ભારતીય જમાઇ

હસન અલીએ મૂળ હરિયાણાના નૂંહ જિલ્લાની રહેવાસી શામિયા આરજૂ સાથે લગ્ન કર્યા : શામિયા આરજૂ અરોનોટિકલ એન્જીનિયર :બંનેએ દુબઇમાં નિકાહ પઢ્યા

નવી દિલ્હી : શોએબ મલિક બાદ વધુ એક પાકિસ્તાની ક્રિકેટર ભારતીય જમાઇ બન્યો છે, ભારત સામે ચેમ્પિયન ટ્રોફી, એશિયા કપ અને વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટ્સમાં શાનદાર બોલિંગ કરનારા હસન અલીએ ભારતીય યુવતી સામે દિલ હાર્યા બાદ તેની જોડે લગ્ન કરી લીધા છે

આમ શોએબ મલિક બાદે ભારતનો જમાઇ બનનાર આ બીજો પાક. ક્રિકેટર છે. આમ તો વર્ષો પહેલાં ધાકડ બેટ્સમેન મોહસીન ખાને પણ બોલીવૂડની તે સમયની ટોપની એભિનેત્રી રીના રોય જોડે લગ્ન કર્યા હતા. પરંતુ જોડી વધુ ટકી નહીં. શોએબે ઇન્ટરનેશનલ ટેનિસ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે 2010મા નિકાહ કર્યા હતા. બંનેને એક પુત્ર પણ છે.

હસન અલીએ હરિયાણાના નૂંહ જિલ્લાની રહેવાસી શામિયા આરજૂ સાથે લગ્ન કર્યા હતા. શામિયા આરજૂ અરોનોટિકલ એન્જીનિયર છે. બંનેએ દુબઇમાં નિકાહ પઢ્યા હતા. જેમાં નજીકના સંબંધીઓ અને મિત્રો સામેલ થયા હતા. શામિયા સાથે હસનની પ્રથમ મુલાકાત એક ડીનર દરમિયાન થઇ હતી. થોડા સમયની મુલાકાતો બાદ હસન અલીએ શામિયાને પ્રપોઝ કર્યું હતું.

શામિયા મૂળ તો હરિયાણાના પરવલ જિલ્લાની છે. પરંતુ તેનો પરિવાર દુબઇમાં રહે છે. જ્યારે અન્ય કેટલાક સભ્યો દિલ્હીમાં રહે છે. બંનેના લગ્ન 20 ઓગસ્ટ 2019માં થયા હતા. પરંતુ તાજેતરમાં ઇંસ્ટાગ્રામ પર શામિયાએ ફેન્સના સવાલોના જવાબ આપતો તેની સુંદરતા ચર્ચાનો વિષય બની છે. તેણે ફેન્સને જણાવ્યુ હતું કે તેનો પસંદગીનો ક્રિકેટર વિરાટ કોહલી છે.

હસન અલીએ પાક. વતી 13 ટેસ્ટ, 65 વન ડે અને 36 ટી-20 રમી છે. 2017માં પાક.ની ચેમ્પિયન્સ ટ્રોફીની જીતમાં હસન અલીનો મહત્વનો ફાળો હતો

પાક.ના નૂહ જિલ્લાના ચંદૈલી ગામમાં રહેતી શામિયા આરજૂના પિતા લિયાકત અલી બીડીપીઓના હોદ્દા પરથી રિટાયર થયા હતા. તેમના દાદા અને પાક.ના પૂર્વ સાંસદ, પાક. રેલવે બોર્ડના પૂર્વ ચેરમેન સરદાર તુફૈલ બંને સગા ભાઇ હતા. ભઆરત-પાક ભાગલા વખતે તુફૈલ પાક. જતા રહ્યા અને લિયાકતના દાદા ભારતમાં જ રહ્યા. જ્યારે તુફૈલનો પરિવાર થકી શામિયા અને હસન અલીનો સંબંધ બંધાયો હતો

(10:30 pm IST)